જ્યારે અભિષેક પર નારાજ અમિતાભે કહ્યું- અમે પૈસા માટે આટલો સંઘર્ષ કરીએ છીએ અને તુ

PC: ibtimes.co.in

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મીડિયામાં અવાર-નવાર એકબીજાને સપોર્ટ કરતા દેખાય છે. અમિતાભ પોતાના દીકરાને લઈને હંમેશાં એક પ્રાઉડ ફાધર હોવાના પુરાવા આપે છે. પરંતુ, જો વાત દીકરાના સારા માટેની હોય તો તેઓ તેને ખિજવાવામાં પણ પાછળ નથી રહેતા.

અભિષેકે હાલમાં જ પોતાના નાનપણ વિશે વાત કરતા એક કિસ્સા વિશે જણાવ્યું હતું, જ્યારે તેણે અભ્યાસ ન કરવા માટે પપ્પા અમિતાભ બચ્ચનના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. અભિષેકે એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેને અભ્યાસને લઈને સવાલ પૂછ્યો તો તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો કે અમિતાભ બચ્ચન ઘરે દીકરાની ભૂલ સાથે કઈ રીતે ડીલ કરે છે.

આરજે સિદ્ધાર્થ કન્નને એક્ટર સાથે વાતચીત દરમિયાન પૂછ્યું કે, જ્યારે તેના ખરાબ ગ્રેડ આવતા હતા તો શું ત્યારે તેણે પપ્પા અમિતાભના ગુસ્સાનો સામનો કરવો પડતો હતો? તેના જવાબમાં એક્ટરે કહ્યું, વાટ તો નથી લાગી પરંતુ બેસીને સમજાવવામાં આવ્યો છે કે જો દીકરા, અમે આટલો સંઘર્ષ કરીને પૈસા કમાઈએ છીએ, મહેનત કરીને ભણાવી-ગણાવી રહ્યા છીએ. તેનો મતલબ એ નથી કે તું ત્યાં મસ્તી કરે. તારે જવાબદાર બનવુ પડશે.

અભિષેકે આગળ જણાવ્યું, મારા પપ્પાએ મારા પર ક્યારેય હાથ નથી ઉપાડ્યો, કે ઊંચા અવાજે વાત પણ નથી કરી અને તેની ક્યારેય જરૂર પણ નથી પડી. તેઓ માત્ર આરામથી બોલતા હતા અને આખા ઘરને સમજમાં આવી જતું હતું. અભિષેકે માતા જયા બચ્ચનને લઈને કહ્યું કે, તેમણે ઘણીવાર અભિષેકને મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોતાની સ્ફ્રુર્તિના કારણે અભિષેક હંમેશાં તેમના હાથમાંથી બચીને નીકળી જતો હતો.

જણાવી દઈએ કે, અભિષેક બચ્ચને પોતાનો અભ્યાસ સ્વિટ્ઝરલેન્ડમાંથી કર્યો છે અને તે માત્ર રજાઓમાં ઘરે આવતો હતો, આ દરમિયાન તે સંપૂર્ણ પ્રયાસ કરતો હતો કે તેનો રિપોર્ટ કાર્ડ તેના પિતા સુધી ના પહોંચે. પોતાના મસ્તીખોર મિજાજ વિશે અભિષેકે કહ્યું કે, હું પોસ્ટમેનની રાહ જોતો હતો અને વિચારતો હતો કે રિપોર્ટ કાર્ડ મળતા જ હું તેને સંતાડી દઈશ.

ત્યાં સુધી તેને સંતાડી રાખીશ જ્યાં સુધી તે પાછો સ્વિટ્ઝર્લેન્ડ ના ચાલ્યો જાય. પરંતુ, એક દિવસ પપ્પાના હાથમાં મારો રિપોર્ટ કાર્ડ આવી ગયો અને તેઓ પોતાના સ્ટડી રૂમમાં બેસીને જોરજોરમાં તે વાંચી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે તેમના હાથમાં મારો રિપોર્ટ કાર્ડ કઈ રીતે આવ્યો? શું તેમણે પોસ્ટમેનને લાંચ આપી હશે? શું તેઓ મારા કરતા પહેલા જાગી ગયા હશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp