‘રામાયણ’ ટેલિકાસ્ટ કરવા 2 વર્ષ સુધી રામાનંદ સાગરને સરકારી ઓફિસોમાં દોડવું પડેલું

PC: latestly.com

પૌરાણિક શૉ ‘રામાયણ’ રામાનંદ સાગરનો સૌથી સક્સેસફૂલ શૉ રહ્યો. આ શૉએ વર્ષ 1987માં એ હદ સુધીની પોપ્યુલરિટી હાંસલ કરી કે તેના બધા પાત્રોને રિયલ લાઇફમાં પણ રામ-સીતા કહીને પૂજા થવા લાગી. આજે પણ લોકો વચ્ચે આ શૉના બધા પાત્રોને તેમના અસલી નામથી વધારે તેમના ઓનસ્ક્રીન રોલથી જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે, 80ના દશકમાં નાના પરદા પર ધૂમ મચાવનાર આ પૌરાણિક શૉને દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવા માટે રામાનંદ સાગરને 2 વર્ષ સુધી સરકારી ઑફિસોના ચક્કર લગાવવા પડ્યા હતા.

જી હાં, બરાબર સાંભળ્યું, રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પોતાના પુસ્તક ‘અન એપિક લાઇફ: રામાનંદ સાગર ફ્રોમ બરસાત ટૂ રામાયણ’માં જણાવ્યું હતું કે, રામાનંદ સાગર માટે દૂરદર્શન ચેનલ પર ‘રામાયણ’નું ટેલિકાસ્ટ કરાવવાનું સરળ નહોતું. તેના પર રોક લગાવવા માટે દૂરદર્શનના માલિકથી લઈને સરકાર સુધી, બધાએ ભરપૂર પ્રયાસ કર્યો. કોઈને પણ રામાનંદ સાગરનો શૉ બનાવવાનો આઇડિયા પસંદ આવ્યો નહોતો. રામાનંદે ‘રામાયણ’ના 3 પાયલટ એપિસોડ બનાવ્યા હતા અને ત્રણેય રિજેક્ટ કરી દેવામાં આવ્યા.

એક સમય એવો હતો કે રામાનંદ પરેશાન થઈ ગયા હતા. એક તો તેમનો સમય જઈ રહ્યો હતો અને ઉપરથી પૈસા ખર્ચ થઈ રહ્યા હતા. જો કે, રામાનંદ હાર માનનારાઓમાંથી નહોતા. તેમણે આ પ્રોજેક્ટને પાસ કરાવવા માટે ખૂબ અપમાન સહ્યું, લોકોએ ‘રામાયણ’ના ડાયલોગ્સનું મજાક બનાવ્યું. તેમને ઓફિસોમાં કલાકો સુધી ઊભા રહેવું પડ્યું, પરંતુ તેઓ પોતાના સપના માટે અડગ રહ્યા. તેમની મહેનત ત્યારે રંગ લાવી, જ્યારે દૂરદર્શને આ પ્રોજેક્ટ પાસ કર્યો.

રામાનંદ સાગરે રાહતના તો શ્વાસ લીધા હતા, પરંતુ તેમની મુશ્કેલી અહી જ ઓછી થઈ નહોતી. તેમના માટે આગામી પડકાર સરકારને મનાવવાનું હતું. 2 વર્ષ સુધી રામાનંદ સરકાર અને દૂરદર્શનને માનવતા રહ્યા. દૂરદર્શને માન્યું, પછી સરકારને માનવવ માટે રામાનંદ નીકળી પડ્યા. પછી એક સમય આવ્યો, જ્યારે તેમનું સપનું પૂરું થયું. જ્યારે વર્ષ 1986માં સૂચના અને પ્રસારણ મંત્રીની ખુરશી પર અજીત કુમાર પાંજા બેઠા હતા તો તેમણે રામાનંદ સાગરના આ પ્રોજેક્ટને લીલી ઝંડી દેખાડી દીધી અને પછી વર્ષ 1987માં તેનું ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું.

એ સમયે રામયણે સક્સેસના બધા રેકોર્ડ પણ તોડી દીધા હતા. ઘર-ઘરમાં નક્કી સમય પર લોકો બધુ કામ છોડીને ટી.વી. પર ‘રામાયણ’ જોવા બેસું જતા હતા. જેમની પાસે ટી.વી. નહોતું, તેઓ બીજાના ઘરમાં બેસીને આ શૉનો લુપ્ત ઉઠાવતા હતા. વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે જ્યારે આખા દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે પણ રામાયણનું ટેલિકાસ્ટ થયું અને આ શૉ એ સમયે પણ સૌથી વધુ જોવાતા પૌરાણિક શૉની લિસ્ટમાં સામેલ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp