અંકિતા લોખંડેને કાસ્ટ કરવા માગતો નહોતો રણદીપ, એક્ટ્રેસે જણાવ્યું શું હતું કારણ

PC: desimartini.com

બોલિવુડ એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના નીડર અંદાજ માટે મોટા ભાગે ચર્ચામાં રહે છે. વાત પછી તેના દિવંગત એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપુતની હોય કે પછી તેના પર્સનલ લાઇફની. અંકિતા લોખંડે પોતાના વિચાર બિન્દાસ અંદાજમાં સામે રાખતી રહી છે. હવે એક્ટ્રેસે ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર' બાબતે જણાવ્યું છે કે રણદીપ હુડ્ડા શરૂઆતમાં ઈચ્છતો નહોતો કે અંકિતા ફિલ્મનો હિસ્સો બને. અંકિતાએ જણાવ્યું કે, રણદીપને લાગતું હતું કે તે યમુનાબાઈ સાવરકરનું પાત્ર નિભાવવાના હિસાબે વધારે સુંદર છે.

યમુનાબાઈ સાવરકર ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'માં વીર સાવરકરની પત્ની છે. સિનેમાઘરોમાં રીલિઝ થવા જઇ રહેલી ફિલ્મ 'બિગ બોસ 17'માં બાદ અંકિતા લોખંડેનો પહેલો પ્રોજેક્ટ હશે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન દ્વારા હોસ્ટેડ રિયાલિટી ટીવી શૉ બિગ બોસ 17'માં અંકિતા લોખંડે ટોપ-5 સુધી પહોંચવામાં સફળ રહી હતી. ફિલ્મની વાત કરીએ તો હાલમાં જ એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન એક્ટ્રેસે રણદીપ હુડ્ડાના વખાણ કર્યા અને જણાવ્યું કે, કેવી રીતે તેણે ખૂબ સારી રીતે ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.

અંકિતા લોખંડેએ મરાઠીમાં જણાવ્યું કે, રણદીપે તેના (અંકિતના) પાત્ર બાબતે ખૂબ સારી રીતે રિસર્ચ કર્યું હતું. અંકિતા લોખંડેએ કહ્યું કે, તેણે મને કહ્યું કે, મને નથી લાગતું કે હું ફિલ્મમાં તને કાસ્ટ કરવા માગું છું. મેં પૂછ્યું કેમ? તો તેણે કહ્યું તું એ પાત્રના હિસાબે ખૂબ જ સુંદર છે. તે એ વાતને લઈને ખૂબ શ્યોર હતો કે તેને ફિલ્મમાં શું જોઈએ છે અને શું નહીં. અંકિતા લોખંડેએ જણાવ્યું કે, રણદીપને યમુનાબાઈ સાવરકર બાબતે બધી જ ખબર હતી. તે એક સફળ પુરુષ પાછળ ઊભી સફળ મહિલા હતી.

ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'નું ડિરેક્શન રણદીપ હુડ્ડાએ કર્યું છે અને તેને લખી છે રણદીપ હુડા અને ઉત્કર્ષ નૈથાનીએ. ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે અને તેને સોશિયલ મીડિયા પર ખૂબસ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મને સિનેમાઘરોમાં કેટલો પ્રેમ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp