26th January selfie contest

બે લગ્ન કરવા છતા એકલી છે શ્વેતા તિવારી, જાણો લગ્નજીવનમાં કેમ આવે છે મુશ્કેલી

PC: indiatimes.com

એ વાતમાં કોઈ બેમત નથી કે આ દુનિયામાં એવો કોઈ સંબંધ નથી, જેમા ઉતાર-ચઢાવ ના આવ્યા હોય. જ્યાં કેટલાક કપલ્સ હસતા-હસતા પોતાના વૈવાહિક જીવનની મુશ્કેલીઓને દૂર કરી દે છે તો ઘણા લોકો માટે એકબીજા સાથે રહેવુ પણ મુશ્કેલ બની જાય છે. જોકે, આપણે સૌ પોતાની પસંદ અથવા ખુશીથી લગ્ન કરીએ છીએ, પરંતુ જેમ-જેમ સમયનું ચક્ર બદલાય છે, તો લગ્નજીવન આપણને ખટકવા માંડે છે. એ વાતને પણ નકારી ના શકાય કે કોઈપણ કપલ છૂટાછેડાની આશા સાથે લગ્ન જેવો મોટો નિર્ણય નથી લેતું, પરંતુ ત્યારબાદ પણ તેઓ એકલવાયુ જીવન જીવવા મજબૂર બની જાય છે અને કદાચ આ જ વાતને ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવાહી ખૂબ જ સારી રીતે સમજે છે.

શ્વેતા તિવારી ભલે પોતાની શાનદાર ઉપસ્થિતિથી લાખો દિલો પર રાજ કરતી હોય, પરંતુ અસલ જિંદગીમાં એક્ટ્રેસ એકદમ એકલી છે, જે પોતાના બળે પોતાના બાળકોને ઉછેરી રહી છે. જોકે વિચારવાલાયક વાત એ છે કે, આટલું બધુ થવા છતા પણ કેટલાક લોકો શ્વેતા તિવારીને જ પોતાના બીજા લગ્ન તૂટવા માટે જવાબદાર માને છે, જ્યારે સત્ય એકદમ અલગ છે.

જોકે, પોતાના લગ્નને લઈને શ્વેતા તિવારીએ કહ્યું હતું કે, ક્યારેય પણ વસ્તુ ખોટી બની શકે છે, પરંતુ સમાજના ડરથી હું પોતાના માટે સ્ટેન્ડ લેવાનું ના છોડી શકું. મેં એ જ કર્યું, જે મારા બાળકો માટે યોગ્ય છે. મારામાં તેમાંથી બહાર આવવાનું સાહસ હતું. આ તો એક્ટ્રેસ શ્વેતા તિવારીની વાત છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે પોતાની પસંદથી લગ્ન કર્યા બાદ પણ કેટલાક લોકો એકલવાયુ જીવન જીવવા મજબૂર બની જાય છે? જેના કેટલાક કારણો નીચે મુજબ છેઃ

લગ્નમાં ઉતાવળ

દરેક કપલે પોતપોતાની સમસ્યાઓ સામે ઝઝૂમવુ પડે છે. જોકે, મોટાભાગના કપલ્સ આ સમસ્યાઓને પોતાના લગ્નજીવન પર હાવી નથી થવા દેતા, તેને બદલે એકબીજાને સારી રીતે સમજવા અને પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે પોતાની સમસ્યાઓને અવસરમાં બદલે છે. પરંતુ કેટલાક કપલ્સની વચ્ચે એવુ નથી થતું. તેઓ ઘણીવાર ઉતાવળમાં લગ્નને પોતાને ખોટો નિર્ણય માને છે, જેને કારણે તેઓ પરિસ્થિતિને પોતાના હાલ પર છોડી દે છે, જે તેમના સંબંધને ખરાબ કરવાનું કારણ બને છે.

એક જ મુદ્દા પર વારંવાર લડવુ

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, એક લગ્નમાં 69% મુદ્દા ક્યારેય સોલ્વ નથી થતા, જેના કારણે મોટાભાગના કપલ એક જ મુદ્દા પર વારંવાર લડતા રહે છે. આ એક કારણ પણ છે કે જો તમે એકબીજાનો દ્રષ્ટિકોણ ના સમજો અને ઝઘડો પૂરો થયા બાદ પણ ગુસ્સો ઓછો ના થાય તો તે તમારા લગ્નજીવનને પ્રભાવિત કરશે. આ ઉપરાંત, તમારે તમારા સંબંધને લઈને સાવધાન રહેવુ જોઈએ અને આવા કોઈ મુદ્દાને હવા ના આપવી જોઈએ, જે તમારા સંબંધ પર ખરાબ પ્રભાવ પાડે.

એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ ના કરવો

પતિ-પત્નીની વચ્ચે મુશ્કેલીનો વધુ એક સંકેત છે સોશિયલ મીડિયા. એકસાથે સમય વીતાવવાને બદલે આજકાલ મોટાભાગના કપલ માટે સોશિયલ મીડિયા વધુ મહત્ત્વપૂર્ણ છે, જે કોઈપણ સંબંધને બરબાદ કરી શકે છે. એટલું જ નહીં, એક સ્વસ્થ સંબંધમાં એક પાર્ટનર હંમેશાં બીજાની સરખામણીમાં એકબીજા સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરવા ઈચ્છે છે. જે કપલ પાસે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો સમય નથી હોતો તેમનો સંબંધ લાગણીને બદલે માત્ર લેવડ-દેવડનો જ રહી જાય છે.

એકબીજા પ્રત્યે લાગણી ન રહેવી

એક લગ્નના અસફળ થવાનું કારણ એકબીજામાં રસ ન રહેવો પણ છે. આવુ એટલા માટે કારણ કે એક ખરાબ લગ્નમાં ફસાયેલા પતિ-પત્ની પોતાના કામ પર અથવા મિત્રોની સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરવા માંડે છે અને એકબીજાની સાથે પોતાની સમસ્યાઓ શેર કરવાનું બંધ કરી દે છે, જેના કારણે પણ તેમનું લગ્નજીવન તૂટવાની કગાર પર આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp