26th January selfie contest

આજે પણ મારું મન કરે છે કે, જો તે વ્યક્તિ પાછો મળશે તો હું તેની પિટાઇ કરીશઃ રતન

PC: herzindagi.com

રતન રાજપૂતનું જીવન એક ખુલ્લી ચોપડી જેવું જ છે. જ્યારથી રતન રાજપૂતે યુટ્યૂબ વ્લોગ પર વધુ એક્ટિવ રહેવાનું શરૂ કર્યું, તેની ડેલી લાઇફના અપડેટ્સ અને જીવનમાં શું શું ચાલી રહ્યું છે, તેની તેના ફેન્સને પૂરતી જાણકારી હોય છે. પોતાના વ્લોગ દ્વારા રતન રાજપૂત લાઇફના કડવા સત્ય કહે છે, ક્યારેક તે શોકિંગ ખુલાસા કરીને ચોંકાવી દે છે.

હવે એક તરફ રતન રાજપૂતે પોતાના વ્લોગમાં હેરાન કરનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. રતને કહ્યું કે તેણે પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડ્યું છે. રતનને આ આખી ઘટના પોતાના એક ઇન્ટર્વ્યુમાં રીકોલ થઇ. પોતાના લેટેસ્ટ વ્લોગમાં રતન રાજપૂત પોતાના આ કડવા સત્યના અનુભવને ફેન્સ સાથે શેર કરે છે. રતનના કાસ્ટિંગ કાઉચની વાત સાંભળીને તમે ચોંકી જશો. રતન એક એવા વ્યક્તિની વાત કહે છે જેનો ખ્યાલ આવતા તને ગુસ્સો આવી જાય છે.

ચાની ચુસ્કી લેતા રતન રાજપૂતે કાસ્ટિંગ કાઉચની પોતાની વાત કહી હતી. રતન કહે છે કે, એક ઘણું મોટું ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે. 2008ની વાત છે. હું મુંબઇમાં આવી જ હતી. ત્યારે હું ચૂપ અને ગભરાયેલી રહેતી હતી. તે 60-65 વર્ષનો વૃદ્ધ હતો. તેણે મને કહ્યું કે, તારે તો ખૂબ ચેન્જ થવું પડશે, પોતાના વાળ જો, પaતાની સ્કિન જો, કપડા કેવા પહેરે છે, તારું આખું મેકઓવર કરવું પડશે, 2-2.5 લાખનો ખર્ચ કરવો પડશે. પણ હું તારા પર કેમ આટલો ખર્ચ કરું. તારે મને ગોડફાધર બનાવવો પડશે. મારી સાથે ફ્રેન્ડશિપ કરવી પડશે.

રતને જવાબમાં કહ્યું કે, તમે તો મારા પિતાની ઉંમરના છો. હું તમારી સાથે ફ્રેન્ડશિપ કઇ રીતે કરું, હું તમારી ઇજ્જત કરુ છું, તમે જેમ ગાઇડ કરશો તેમ કરીશ. તે વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું કે, ગાઇડ વાઇડ કંઇ નથી હોતું. એક્ટ્રેસ બનવા આવી છે તો આ ડ્રામા બંધ કરવો પડશે. થોડા સ્માર્ટ બનો. રતને કહ્યું કે, તે વ્યક્તિ અડધા કલાક સુધી વાત કરતો રહ્યો. પછી તેણે આ વાહિયાત વાત કહી અને તે શોક થઇ ગઇ. તેણે કહ્યું કે, જો મારી દીકરી પણ એક્ટ્રેસ બનતી તો હું તેની સાથે પણ આમ જ કરતે. આ વાત કરતા રતન એકદમ ગુસ્સામાં આવી ગઇ હતી.

રતને કહ્યું કે, તે ત્યાંથી કોઇ રીતે નીકળી ગઇ. આ વ્યક્તિએ તેની સાથે કંઇ નહોતું કર્યું. પણ તેની વાત સાંભળીને તેના મગજમાં આ વાત ઘર કરી ગઇ. આ વાતની તેની પર્સનાલિટી પર અસર પડી. તે 1 મહિના સુધી મીટિંગમાં પણ નહોતી ગઇ. પણ ધીમે ધીમે તેમાંથી તે બહાર નીકળી. આ ઘટના બાદ ક્યારેય મેં ફિલ્મ માટે ટ્રાય ન કર્યું. રતને કહ્યું કે, આજે પણ મારું મન કરે છે કે, જો તે વ્યક્તિ મને પાછો મળશે તો હું તેની પિટાઇ કરીશ. રતન રાજપૂતે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે ક્યારે પણ સમજૂતી ન કરો, મહેનતના બળ પર આગળ વધો. રતન રાજપૂતે કહ્યું કે, ક્યારેય પણ આ પ્રકારની કિંમત ન ચૂકવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp