કોણ છે જેસ્મિન વાલિયા? આ સુંદરી સાથે હાર્દિક પંડ્યાના અફેરની અટકળો
હાર્દિક પંડ્યા ફરી એક વખત લાઇમલાઇટમાં છે. આ સંબંધ તૂટવાનો મામલો નથી, મામલો દિલ મળવાનો છે. તેને લઇને અફવાઓનો બજાર ગરમ છે કે તે એક સુંદરી પર ફીદા થઇ ગયો છે. જેવી જ અફવાઓ આવવા લાગી, ત્યારથી ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આખરે એ છે કોણ? તમે પણ એ જાણવા માગો છો તો ચાલો આ આર્ટિકલમાં જાણીએ કોણ છે એ હસીના જેની બાબતે અફવા છે કે તે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ડેટિંગ કરી રહી છે.
જેસ્મિન વાલિયા બ્રિટિશ સિંગર અને ટી.વી. પર્સનાલિટી છે, જેની મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીથી લઇને સોશિયલ મીડિયા સુધી ઠેર ઠેર ચર્ચા છે. જેસ્મિન અને હાર્દિક પોતાના સોશિયલ મીડિયા ઇન્ટરેક્શનથી ડેટિંગની અફવાઓને હવા આપી રહ્યા છે. વાયરલ થઇ રહેલી તસવીરો અને વીડિયોના કારણે અફવા છે કે તેઓ ગ્રીસમાં એક સાથે છુટ્ટીઓ મનાવી રહ્યા છે. લંડનમાં એસ્સેક્સમાં જન્મેલી જેસ્મિનના માતા-પિતા ભારતીય મૂળના છે.
જેસ્મિને દુનિયાનું પહેલી વખત ધ્યાન પોતાની તરફ ખેચ્યું ત્યારે તે બ્રિટિશ રિયાલિટી ટી.વી. સીરિઝ The Only Way Is Essex હિસ્સો બની હતી. વર્ષ 2010માં તેણે એક્સ્ટ્રા તરીકે શરૂઆત કરી, પરંતુ પછી તે વર્ષ 2012 સુધી ફૂલ ટાઇમ કાસ્ટ મેમ્બર થઇ ગઇ. જેસ્મિને આ શૉ બાદ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો અને વર્ષ 2014ના પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી. ચેનલ પર જેસ્મિન બીજાઓના ગીત ગાઇને પોતાનું ટેલેન્ટ દેખાડતી હતી.
તેણે જેક નાઇટ, ઇન્ટેન્સ ટી અને ગ્રીન મ્યૂઝિક સાથે હાથ મળાવ્યો અને પછી તેને વર્ષ 2017માં સૌથી મોટો બ્રેક મળ્યો ‘બોડ ડિગી’ના માધ્યમથી. જેસ્મિને પહેલી વખત જેક નાઇટ સાથે પરફોર્મ કર્યું અને આ પોપ્યુલયરિટી હજુ વધુ ગઇ. વર્ષ 2018માં તેણે બોલિવુડ ફિલ્મ ‘સોનૂ કી સ્વિટી’ માટે બોમ ડિગી ડિગી’ સોંગ રીમેક કર્યું. વર્ષ 2022માં જેસ્મિન વાલિયાએ બિગ બોસ 13ના ફાઇનાલિસ્ટ આસિમ રિયાજ સાથે Night n Fight નામનો મ્યૂઝિક વીડિયો કર્યો અને તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી.
આસિમ રિયાજ સાથે તેના વીડિયોને ઇન્ટરનેશનલ અટેન્શન મળી. અહી સુધી કે તેને ટાઇમ સ્ક્વેર બિલબોર્ડ પર પણ જગ્યા મળી. જેસ્મિન સોશિયલ મીડિયા સેન્સેશન છે અને માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ તેના 6.4 લાખ ફોલોઅર્સ છે. તે મોટા ભાગે પોતાની બોલ્ડ અને સેન્સેશનલ તસવીરો પોસ્ટ કરતી રહે છે જે ખૂબ વાયરલ થાય છે. યુટ્યુબ પર 5.7 લાખ લોકોએ જેસ્મિનને સબ્સ્ક્રાઇબ કરી છે. હાર્દિક પંડ્યા સાથે તેના કથિત સંબંધે હાલમાં જ તેને લાઇમલાઇટમાં લાવી દીધી છે. જેથી તેના અંગત જીવન અને કરિયર બંને પર ધ્યાન આકર્ષિત થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp