કોણ છે મુનવ્વર ફારુકી સાથે નજરે પડી રહેલી આ મિસ્ટ્રી ગર્લ?

PC: navbharattimes.indiatimes.com

ભલે 'બિગ બોસ સીઝન 17'ની રીયુનિયન પાર્ટી અભિષેક કુમારે રાખી હતી, પરંતુ લાઇમલાઇટ તો બધી મુનવ્વર ફારુકી અને તેની ગોપીઓએ લૂંટી લીધી. જ્યાં મન્નારા ચોપરા અને આયશા ખાન આ અવસર પર સ્પોટ થઈ. તો એક મિસ્ટ્રી ગર્લ પણ નજરે પડી. જેની તસવીર શૉ વિનર સાથે સામે આવી છે અને દરેક સવાલ કરી રહ્યું છે કે અંતે હવે આ નવી છોકરી કોણ છે. તો અમે તમને તેની બાબતે બતાવવા જઇ રહ્યા છીએ કે આ મિસ્ટ્રી ગર્લનું નામ ઠામ શું છે?

મુનવ્વર ફારુકી, જેણે પોતાના વિવાદિત સ્ટેન્ડઅપ શૉથી લાઇમલાઇટ મેળવી હતી, જેલ જવા અને ત્યાંથી નીકળ્યા બાદ તેને કંગના રણૌતના રિયાલિટી શૉ 'લોકઅપ'માં આવવાનો અવસર મળ્યો હતો. અહીથી તે આખા દેશની જનતા સામે પોતાનું વ્યક્તિત્વ દેખાડવામાં સફળ થયો હતો. જો કે, થયો હતો કે નહીં એ તો લોકો જાણે, પરંતુ જ્યારે તે બિગ બોસ 17માં આવ્યો તો કંઈક વધારે જ પર્સનલ વાતો તેની પબ્લિક ફોરમમાં આવી ગઈ.

 
 
 
View this post on Instagram

A post shared by Unseen pictures of Orry (@orryunseen)

પહેલા તેનું નામ અંજલિ અરોડા સાથે જોડાયું હતું. પછી તેની લાઈફમાં નાજીલા સિતાશીની એન્ટ્રી થઈ હતી. પછી આયશા ખાન સાથે તેના સંબંધોએ તો તબાહી મચાવી દીધી હતી. આ ત્રણેયથી પહેલા મુનવ્વર ફારુકીએ એક છોકરી સાથે લગ્ન પણ કર્યા હતા, જેનાથી તેને એક પુત્ર થયો હતો. શૉમાં તેનું નામ મન્નારા સાથે પણ જોડાયું હતું. ખેર અભિષેક કુમારની પાર્ટીમાં મુનવ્વર ફારુકી સાથે ઓરી ઉર્ફ અરહાને ફોટો ક્લિક કરાવી. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને કારણ છે મિસ્ટ્રી ગર્લ.

કોણ છે મુનવ્વર ફારુકી સાથે છોકરી?

મુનવ્વર સાથે તસવીરમાં જે છોકરી નજરે પડી રહી છે, તેનું નામ તાશીન રહિમતુલા છે. વ્યવસાયે તે એક બિઝનેસવુમન છે. સોશિયલ મીડિયા પર તેના 66.1 હજાર ફોલોઅર્સ છે. એ ફોર્બ્સ ઈન્ડિયામાં અંડર 30ની લિસ્ટમાં વિનર રહી હતી. તે મુંબઇમાં રહે છે અને તેને ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમા રાય, નવ્યા નંદા, તેજસ્વી પ્રકાશ, સારા અલી ખાન, સુહાના ખાન, અર્જૂન કપૂર, કરિશ્મા તન્ના, પાયલ સિંઘલ, ભૂમિ પેડનેકર ફોલો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp