કંગનાને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ પર આ એક્શન લેવાયું
અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌતને થોડા દિવસ પહેલા એરપોર્ટ પર થપ્પડ મારી દેનારી CISFની મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય તેના પતિનું પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. કંગનાને એરપોર્ટ પર થપ્પડ માર્યા બાદ કોન્સ્ટેબલની સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે તે નોકરી પર પરત ફરી છે પણ તેનું બેંગ્લોર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.
CISFની મહિલા જવાન કોણ છે?
હિમાચલ પ્રદેશના મંડી બેઠક પરથી ભાજપની સીટ પર સાસંદ બનેલી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર કડવો અનુભવ થયો. ડ્યુટી પર તૈનાત CISFની મહિલા જવાને કંગનાને થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારનાર મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
કંગના દિલ્હી જઇ રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા જવાન કુલવિંદર કૌરે કંગનાને થપ્પડ મારી હતી. કુલવિંદર કૌર 2009થી CISFમાં સામેલ છે અને 2021થી ચંદીગઢ એરપોર્ટ પર ફરજ બજાવે છે. કુલવિંદરનો પતિ પણ CISFમાં છે અને કુલવિંદરનો ભાઇ શેરસિંહ ખેડુત નેતા છે.
થપ્પડ મારવાના કારણ અંગે કુલવિંદરે કહ્યુ કે,ખેડુત આંદોલન વખતે કંગનાએ નિવેદન આપ્યું હતું કે, 100-200 રૂપિયામાં મહિલાઓ ખેડુત આંદોલનમાં પ્રદર્શન માટે બેસી જાય છે. એ પ્રદર્શનમાં મારી માતા પણ હતી. આ વાતથી મને ગુસ્સો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp