જાણો કોણ છે નતાશા સાથે જોવા મળેલો વ્યક્તિ, દિશા પાટની સાથે છે કનેક્શન

PC: instagram.com/natasastankovic__/

ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થવાના અહેવાલો વચ્ચે નતાશા સ્ટેનકોવિક તેના શ્રેષ્ઠ મિત્ર સાથે મુંબઈમાં જોવા મળી હતી. અભિનેત્રીએ પાપારાઝી માટે પોઝ આપ્યો અને પછી આગળ વધી ગઈ. આ દરમિયાન ચર્ચાએ જોર પકડ્યું છે કે, અભિનેત્રી સાથે જોવા મળેલી આ વ્યક્તિ કોણ છે? ચાલો તમને જણાવીએ. નતાશા સાથે વાયરલ થયેલા વિડિયોમાં શોર્ટ ડેનિમ પેન્ટ અને શર્ટમાં દેખાતા આ વ્યક્તિનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક છે. તમે તેના હાથ પર એક્ટ્રેસ દિશા પટણીના ચહેરાનું ટેટૂ જોયું જ હશે. એલેક્સ વ્યવસાયે ફિટનેસ ટ્રેનર છે.

ટાઇગર શ્રોફ સાથેના બ્રેકઅપ પછી દિશા પટણી એક અજાણ્યા વ્યક્તિ સાથે જોવા મળી હતી. ત્યાર પછી ખબર પડી કે, આ અજાણ્યો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેનો બોયફ્રેન્ડ એલેક્સ હતો. બંને ઘણી ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. એલેક્સે તેની ગર્લફ્રેન્ડ દિશાને ખુશ કરવા માટે તેના હાથ પર તેના આખા ચહેરાનું ટેટૂ પણ કરાવ્યું હતું. એલેક્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિશા સાથેના તેના ઘણા વીડિયો અને તસવીરો છે. હવે એલેક્સ નતાશા સાથે જોવા મળ્યો છે. બંને મિત્રો હોવાનું કહેવાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by Varinder Chawla (@varindertchawla)

અહીં તમને જણાવી દઈએ કે, નતાશા અને હાર્દિક પંડ્યાનું અંગત જીવન હાલમાં ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને અલગ થઈ ગયા છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના નામમાંથી સરનેમ પણ હટાવી દીધી છે. બંને લગભગ પાંચ વર્ષ સુધી એકબીજા સાથે હતા. થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ હાર્દિકે વિદેશ જઈને નતાશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંનેએ મે 2020માં ઘરે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લગ્નના બે મહિના પછી પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો. હવે તેમના અલગ થવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. જો કે, દંપતીએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Aleksandar Alex Ilic (@iamaleksandarilic)

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાની ઘણી અફવાઓ છે. નતાશાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટમાંથી તેના નામ પરથી પંડ્યા અટક હટાવી દીધી છે. આ સિવાય તે મુંબઈ ઈન્ડિયન્સની એક પણ IPL મેચ જોવા નથી આવી. આ તમામ બાબતો આશંકાઓને વધુ મજબૂત કરી રહી છે. આ દરમિયાન, કેટલાક અહેવાલો દાવો કરી રહ્યા છે કે, જો હાર્દિક અને નતાશા છૂટાછેડા લેશે, તો પંડ્યા તેની 70 ટકા સંપત્તિ ગુમાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp