શું અનુષ્કા અને વિરાટ હવે કાયમ માટે લંડન શિફ્ટ થશે? અકાયના જન્મ બાદ ભારતથી દૂર

PC: republicbharat.com

અનુષ્કા શર્મા આ દિવસોમાં પોતાના બે બાળકો સાથે ખુશહાલ સમય માણી રહી છે. અનુષ્કાને પહેલેથી જ એક પુત્રી વામિકા હતી અને હવે 15 ફેબ્રુઆરીએ તેણે પુત્ર અકાયને જન્મ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર, તેણે તેના પુત્ર અકાયના જન્મના સારા સમાચાર શેર કર્યા હતા. જ્યારે કેટલાક લોકોએ વિરાટને ઈંગ્લેન્ડ સામેની તાજેતરની ટેસ્ટ સિરીઝ ગુમાવવા બદલ ટ્રોલ કર્યો હતો, તો ઘણા લોકોએ તેના પરિવારને પ્રાથમિકતા આપવા બદલ તેની પ્રશંસા કરી હતી. હવે સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે કે, બંને પોતાના બાળકો સાથે UK શિફ્ટ થવા જઈ રહ્યા છે, જેના કારણે કેટલાક લોકો નાખુશ પણ દેખાઈ રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, અનુષ્કાને લંડનમાં રહેતા લગભગ 5 મહિના વીતી ગયા છે.

 

તાજેતરમાં કોહલી ભારત પરત ફર્યો હતો, પરંતુ અનુષ્કા શર્મા તેની સાથે નહોતી અને તે બાળકો સાથે UKમાં રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અનુષ્કા ડિસેમ્બર 2023માં ભારતમાં હતી, પરંતુ ફેબ્રુઆરી 2024માં તે UKમાં હતી જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. હવે આ બાબતોના કારણે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, અનુષ્કા તેના પરિવાર સાથે કાયમ માટે UK શિફ્ટ થઈ શકે છે.

તાજેતરમાં જ પુત્રના જન્મ પછી કોહલી પહેલીવાર ભારતમાં જોવા મળ્યો હતો. તે 22 માર્ચ 2024ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની IPL મેચનો ભાગ બનવા જઈ રહ્યો છે. જો કે, કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, પરિવાર હવે તેમના બાળક સાથે સંપૂર્ણપણે ત્યાં શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે. હાલમાં જ વિરાટ ભારત પહોંચ્યો ત્યારે ત્યાં હાજર પાપારાઝીએ તેને પૂછ્યું કે, અનુષ્કા ક્યાં છે?

 

હવે લોકો આના પર કહી રહ્યા છે, વિરાટ IPL માટે આવ્યો છે, પરંતુ હા, વિરાટની ક્રિકેટ સમાપ્ત થયા પછી, કદાચ આ લોકો સંપૂર્ણપણે UK શિફ્ટ થઈ જશે. કેટલાકે કહ્યું- હા, જો તમારી પાસે પૈસા છે તો UKમાં જીવન શાંતિપૂર્ણ છે. કેટલાક લોકોએ કહ્યું, અનુષ્કાએ તેના પહેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે ગૃહિણી બનવા માંગે છે. જો કે, કેટલાક લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, પહેલા તેણે પોતાની પત્ની માટે દેશ છોડ્યો અને હવે તેણે આ ફ્રેન્ચાઈઝી માટે પોતાની પત્નીને છોડીને આવ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અહીં તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લંડનમાં પ્રોપર્ટી છે. પરંતુ એવું નથી કે, લંડનમાં જન્મેલા અકાય ને ત્યાં જનમ્યો છે એટલે ત્યાંની નાગરિકતા મળી જાય છે. ત્યાંના નિયમો અનુસાર, ત્યાંની નાગરિકતા મેળવવા માટે, માતાપિતામાંથી એક UKનું નાગરિક હોવું આવશ્યક છે. અથવા જો માતા-પિતા લાંબા સમયથી ત્યાં રહેતા હોય તો પણ તેમના બાળકને UKની નાગરિકતા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp