પરિણીતિ રાજકારણમાં જશે કે એક્ટિંગ છોડી દેશે? તેણે કહ્યું- 'હું તમને એક રહસ્ય...'

PC: indiatv.in

અભિનેત્રી પરિણીતિ ચોપરાએ આમ આદમી પાર્ટીના રાજકારણી અને સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી એવી અટકળો ચાલી રહી હતી કે પરિણીતિ ચોપરા ફિલ્મો કરવાનું બંધ કરી દેશે. પરંતુ કેટલાક સમયથી એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, તે રાજકારણમાં જોડાશે. હવે તેણે આ અંગે ખુલાસો કર્યો છે.

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા. તેમની લગ્ન પહેલાની ધાર્મિક વિધિઓ દિલ્હીમાં ક્રિકેટ મેચથી શરૂ થઈ હતી, ત્યારબાદ સુફિયાના રાત્રિ અને અરદાસ સમારોહ યોજાયો હતો. આ પછી પરિણીતિ અને રાઘવ ઉદયપુર ગયા અને ત્યાં તેમની હલ્દી અને મહેંદી સેરેમની કરી. ત્યારપછી દંપતીએ તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. લગ્ન પછી પરિણીતિની ફિલ્મ 'મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ભારત બચાવ' રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

લગ્ન પછી પરિણીતિ ચોપરાના ફિલ્મી કરિયર પર સવાલો ઉઠવા લાગ્યા હતા. એવું કહેવાતું હતું કે તે હવે ફિલ્મો નહીં કરે. કેટલાક લોકોએ કહ્યું કે, તે આગામી દિવસોમાં રાજકારણમાં પણ પ્રવેશ કરી શકે છે. હવે પરિણીતિએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેણે પોતાના સફળ લગ્નનું રહસ્ય અને ફિલ્મોમાં કામ કરવું અને રાજકારણમાં જોડાવું કે નહીં તે વિશે વાત કરી છે.

એક કાર્યક્રમમાં પરિણીતિને પૂછવામાં આવ્યું કે શું તેને રાજકારણમાં રસ છે? આના પર તેણે હસતાં હસતાં કહ્યું, 'હું તમને સફળ લગ્નનું રહસ્ય કહીશ! હું એક અભિનેત્રી છું, તે રાજકારણી છે. તે બોલિવૂડ વિશે કંઈ જાણતો નથી અને હું રાજકારણ વિશે કંઈ જાણતી નથી. તેથી જ અમારું લગ્નજીવન ખૂબ સારું ચાલી રહ્યું છે.'

પરિણીતિ ચોપરાએ આ સવાલનો ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો. જે દર્શાવે છે કે, તેમને રાજકારણમાં રસ નથી. તે અભિનયની દુનિયામાં જ રહેવા માંગે છે. પરિણીતિએ વધુમાં કહ્યું કે, 'વર્ક-લાઈફ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં, આપણે ઘણીવાર લોકોને ગર્વથી વાત કરતા જોઈએ છીએ કે, કેવી રીતે તેઓ કામમાં વ્યસ્ત હોવાથી તેઓ સમયસર ખાતા નથી કે ઊંઘતા નથી.'

પરિણીતિ ચોપરાએ વધુમાં કહ્યું, 'હું ખરેખર સખત મહેનત કરવામાં માનું છું, પણ મને મારા મિત્રોને મળવાનું અને બહાર ફરવા જવાનું પણ ગમે છે. જ્યારે હું 85 કે 90 વર્ષની થઈશ, અને હું પાછલી જિંદગી ને જોઇશ, ત્યારે મને ખુશી થવી જોઈએ કે હું જેવું જીવન ઇચ્છતી હતી તેવું જીવન હું જીવી.' અહીં તમને જણાવી દઈએ કે, લગ્ન પહેલા પરિણીતિએ દિલજીત દોસાંઝ સાથે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'ચમકિલા'નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp