ચેતન ભગતની આ પપૈયા થીયરીથી તમે પણ રહી શકો છો જીવનમાં ખુશ
એક ખાનગી કાર્યક્રમમાં લેખક ચેતન ભગતે તેના કરિયર, પુસ્તકો અને જીવન વિશે વાતચીત કરી. તે દરમિયાન લેખકે જણાવ્યું કે તે કેવી રીતે સોશિયલ મીડિયા ટ્રોલ્સને હેન્ડલ કરે છે. ચાલો જાણીએ કે તેમણે શું કહ્યું.
કેવી રીતે ટ્રોલ્સને હેન્ડલ કરે છે ચેતન ભગત?
ચેતન ભગત એક બકવાસ લેખક છે. મારે તેને નથી વાંચવા. આવું લોકો કહે છે? અને શું તમે આવી વાતોથી પરેશાન થાવ છો? તમને આવી વાતોથી ગુસ્સો આવે છે. ચેતન ભગતે તેના પર જવાબ આપતા કહ્યું કે લોકો તેને આવું રોજ કહેતા હોય છે. જો તમે મને આ સવાલ 15 વર્ષ પહેલા કર્યો હોત તો હું ડિફેન્સિવ બની કહેત કે આવું કેમ, મારું અંગ્રેજી તો સારું છે. પરંતુ અત્યારે મારી એક થિયરી (સિદ્ધાંત) છે જે તમને પણ જણાવું છું. મારા જીવનની થિયરીનું નામ છે પપૈયા થિયરી. કેરી અને કેળા લગભગ તમામ લોકોને પસંદ જ હોય છે. પરંતુ પપૈયુ એક એવું ફળ છે કે તે અમુક લોકોને પસંદ હોય છે જ્યારે અમુક તેને ખાવાનું પસંદ કરતા નથી. કોઈ પપૈયાને કહે કે મને તારાથી પ્રેમ તો તે શું કરશે. અને જો કોઈ પપૈયા કહે કે મને તારાથી નફરત છે તો પપૈયા કઈ કેળું થોડીને બની જશે. જો તે કેળું બનાવાની કોશિશ કરશે તો તે ખરાબ થઇ જશે.
તેમ કહેતા ચેતન ભગત કહે કે હું પપૈયુ છું. કોઈ પસંદ કરે તો પણ ઠીક છે અને જો કોઈ પસંદ નથી કરતુ તો પણ ઠીક છે. આપણે બધાએ જીવનમાં પપૈયા થિયરી એપ્લાય કરવી જોઈએ. બધા લોકો તમને પસંદ કરશે નહીં, તે કહીકત છે. અને તમારે શા માટે બધાના ગમતા બનવું પણ છે? જેવા છીએ તેમાં ખુશ રહેવું જોઈએ. અને જો આપણે બધા કેળા બની જશું તો તેનો ફાયદો પણ કઈ થશે નહીં.
સોશિયલ મીડિયા વિશે પણ બોલ્યા ચેતન ભગત
આજે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં જીવી રહ્યા છીએ. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ સહિત તમામ બાઈટ સાઈઝ છે. જ્યારે બુક ઓછામાં ઓછી 200 પેજની હોય છે. એટલે તમને બુક વાંચવામાં થોડા દિવસો લાગી જતા હોય છે. લગભગ હવે પુસ્તકો પણ નાના લખવામાં આવી રહ્યા છે. શું તમારે પણ સોશિયલ મીડિયા મુજબ એડજસ્ટ કરવાની જરૂર પડે છે. તેના પર ચેતન ભગતે કહ્યું કે હા, અમુક અંશે કરવું પડે છે. મારા પુસ્તકો નાના છે. પણ પુસ્તકોનો તેનો એક ચાર્મ પણ છે. જે ઇસ્ટાગ્રામ રીલ્સમાં નથી. મને પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી અને વાંચકો બંને સામે ફરિયાદ છે. કોઈ પુસ્તક વાંચવા લે છે તો તેને જજ કરતા કહે છે કે અરે તું ચેતન ભગતને વાંચે છો, તું સલમાન રશ્દીને નથી વાંચતો. આવા લોકો ક્લાસ સિસ્ટમ ઉભી કરી રહ્યા છે.
તમે આખો દિવસ રીલ્સ જોતા રહેશો તો કોઈ કંઈ નહીં કે પણ જેવું પુસ્તક વાંચવા ઉઠાવશો તો તરત કહેશે કે અરે તે આ વાંચી રહ્યો છે અને ઉચ્ચ સાહિત્ય વાંચવાની સલાહ આપશે. પછી પેલો માણસ બુક બંધ કરી પાછો રીલ્સ જોવા લાગી જશે. મિત્રો વાંચવું જરૂરી છે. અમુક લોકો કહે છે કે અમે બુક નથી વાંચતા વીડિયો જોઈએ છીએ. પણ મિત્રો પુસ્તકો વાંચન એ પુસ્તકોનું વાંચન છે. આ એવી વાત થઇ કે ગાડી છે તો શા માટે પગ ચલાવવા. હું તો ચાલતો જ નથી, ગાડીમાં જ જાવ છુ. પણ તને શું બેવકૂફ છો કે? તમારે તમારું મગજ વાપરવું જોઇશે. અને પુસ્તક વાંચવાથી એ થશે કે, જે પુસ્તક વાંચે છે તેને શિક્ષિત કહેવાય છે. આજ સુધી કોઈને એવું કહેતા સાંભળ્યા છે કે આ શ્રેષ્ઠ રીલ્સ જોનાર વ્યક્તિ છે.
અરે ભાઈ ઈસ્ટાગ્રામ પર નૂડલ્સ અને ટી-શર્ટ વેચી વેચીને માર્ક ઝુકરબર્ગ કરોડો કમાઈ રહ્યા છે. અને તમારા મગજનું દહીં બની રહ્યું છે. અને તમે લોકો એમ કહો છો કે હું કૂલ છુ હું પુસ્તક નથી વાંચતો રીલ જોવ છુ. ખરેખર તો તમે એક પ્રોડક્ટ છો અને તમારો ઉપયોગ થઇ રહ્યો છે. લાઇવ ઇવેન્ટ્સનો ક્રેઝ પાછો આવી રહ્યો છે તેવી રીતે વાંચન પણ પાછુ આવી રહ્યું છે. તમે જુઓ લોકોને ખબર પડે કે કોન્સર્ટનું આયોજન થઈ રહ્યું છે એટલે મિનિટોમાં જ તેની હજારો ટિકિટ વેંચાઈ જાય છે. લોકોને સમજાય રહ્યું છે કે વીડિયોની દુનિયા ફેક છે અને તે રીલેક્સ થવા માટે મદદ કરતી નથી. તમે ફ્રી બેઠા છો તો પુસ્તક વાંચવાનું રાખવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp