અસિત મોદીનું નામ લીધા વગર શૈલેષ લોઢાએ કહ્યું, મેં જિંદગીના ચશ્મા ઉતારી દીધા છે
ટીવી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટાં ચશ્માં’માં તારક મહેતાનું પાત્ર નિભાવી ચૂકેલા શૈલેષ લોઢાએ મેકર્સ અસિત મોદીનું નામ લીધા વગર કહ્યુ હતું કે, મેં જિંદગીના ચશ્મા ઉતારી દીધા છે.. શૈલેષ લોઢાએ સિરિયલ છોડ્યા પછી અસિત મોદી સાથે લાંબા સમય સુધી વિવાદ ચાલતો રહ્યો હતો. લાગે છે કે, હજુ અસિત મોદી સાથેની શૈલેષની દુશ્મની ખતમ નથી થઇ.
જાણીતા ટીવી અભિનેતા, લેખક અને કવિ શૈલેષ લોઢા લખનૌ સાહિત્ય મંચ 2024 ના મંચ પર આવ્યા હતા. તેમણે રામ મંદિર અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ પરની રાજનીતિ પર કટાક્ષ કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
શૈલેષ લોડાએ કહ્યુ કે, નવો બદલાવ જોવા મળી રહ્યો છે. લોકોના હોઠ પર માત્ર રામ શબ્દ છે. તમારા સવાલમાં જ જવાબ છુપાયેલો છે. ભગવાન રામે જ્યાં હોવું જોઇએ, એ રામ બધી જગ્યાએ છે. હું ગઈ કાલે અયોધ્યા ગયો હતો, ત્યાં ભગવો રંગ લહેરાયો છે. દરેક જગ્યાએ ભગવાન રામના ચિત્રો લગાવવામાં આવ્યા છે, 'મેરે ઘર રામ આયેની ધૂન વાગી રહી છે. નવો યુગ ક્યારે શરૂ થાય છે? તે અંદરથી આવે છે. ચેતના બદલાતી નથી, બધું બદલાઇ જાય છે. અમે નસીબદાર છીએ કે જ્યાં અમને આ સમય જોવાનો લહાવો મળ્યો.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા પર કટાક્ષ કરતા શૈલેષે કહ્યું કે મેં જીવનના તમામ ચશ્મા ઉતારી દીધા છે. તેથી, ચશ્મા ઉંધા રાખવા કે સીધા રાખવાથી મને કોઈ ફરક પડતો નથી. આટલું કહીને શૈલેષ ફરી પોતાના ચશ્મા પહેરી લે છે.
શેલેષ લોઢાએ કહ્યુ કે,છેલ્લી બે ચૂંટણીમાં શું થયું? મારા સવાલઅને જવાબમાં બધું જ છે. રામ મંદિરની ઉજવણીને ચૂંટણી સાથે ન જોડવી જોઈએ. કોણે પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે રામ મંદિર બનશે? જેઓ કાનૂની લડાઈ લડ્યા હતા, જો તેઓ આમ કહે છે તો તેઓ સાચા છે. વાત રાજપાઠની નથી, આ સ્વાભિમાનની વાત છે જે આટલા વર્ષો સુધી લડવામાં આવી. જે ખોટું છે તેને સુધારમાં આવી રહ્યું છે. જ્યારે ભારત મજબૂત બને છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે.
જેણે નારાજ,થવું હોય તો તે નારાજ થઇ શકે છે. હા, ક્યારેક સંકુચિત માનસ ધરાવતા લોકો નારાજ થઈ જાય છે. હું બદલાઈશ નહીં. હું જે છું તે છું. હું બદલવાનો નથી. હું કોઈની વિચારસરણી પર પ્રભુત્વ મેળવી શકતો નથી. હું કોઈની વિચારસરણી બદલી શકતો નથી. મારો જે રંગ હશે તેમાં હું રંગાવીશ. અને મને જે પણ રંગ પહેરવાનું મન થાય તે હું પહેરીશ. હું સર્વત્ર માથું નમાવું છું. હું દરેક વ્યક્તિના ભગવાનને માન આપું છું. પરંતુ આનો અર્થ એ નથી કે મારે મારા સંસ્કારો ભૂલી જવા જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp