બોલ્ડ એક્ટ્રેસ પૂનમ પાંડેએ આ એક્ટર પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

PC: instagram.com/ipoonampandey/

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા યૌન શોષણનાં આરોપો બાદ #MeToo સમગ્ર ભારતમાં આગની જેમ ફેલાઈ ગયું છે. અત્યારસુધીમાં ઘણી મહિલાઓએ સામે આવીને આરોપો લગાવ્યા છે. જેમાં નાના પાટેકર સહિત ચાર લોકો વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, આલોક નાથ, રજત કપૂર અને વરૂણ ગ્રોવર જેવા ઘણાં નામો સામે સવાલો ઉઠ્યાં છે. નાના અને આલોક નાથને કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી છે. આલોક નાથ પાસે 10 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. નાનાને સિંટાએ જ્યારે આલોક નાથને FWICEએ નોટિસ મોકલી છે.

સેલિબ્રિટી કન્સલટન્ટ અને લેખર સુહેલ સેઠ પર #MeToo કેમ્પેઈન અંતર્ગત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 4 મહિલાઓએ તેનાં પર દુર્વ્યવહારનાં આરોપો લગાવ્યા છે. આ ચાર મહિલાઓમાંથી એકનું કહેવું છે, જ્યારે સુહેલે તેની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું હતું ત્યારે તે સગીર હતી. અન્ય બે મહિલાઓએ તેનાં પર યૌન શોષણનાં આરોપો લગાવ્યા છે.

બોલ્ડ એક્ટ્રેસ પૂનમ પાંડેએ નામ લીધા વિના #MeToo અંતર્ગત સીનિયર બોલિવુડ એક્ટર પર આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે ફિલ્મ ધ જર્ની ઓફ કર્માનાં શૂટિંગ દરમિયાન લવ મેકિંગ સીન્સનાં શૂટિંગ વખતે સીનિયર એક્ટરે તેની સાથે છેડછાડ કરી હતી. પૂનમે આરોપ લગાવ્યો છે કે બેડ સીન્સનાં શૂટિંગ દરમિયાન તે એક્ટર એવું બિહેવ કરી રહ્યો હતો, જાણે અમે રિયલમાં બેડરૂમ સીન્સ કરી રહ્યાં હોય. હું ખૂબ જ અસહજ અનુભવી રહી હતી. જણાવી દઈએ કે આ મુવીમાં પૂનમની ઓપોઝીટ શક્તિ કપૂર છે. પૂનમે કહ્યું હતું કે, હું એમનું નામ ન લઈ શકું, માત્ર એટલું કહીશ કે તેમની દીકરીની ઉંમર મારા જેટલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp