26th January selfie contest

યામીએ લગ્નમાં પહેરી હતી માતાની 33 વર્ષ જૂની સાડી, મેકઅપ પણ કર્યો હતો જાતે

PC: instagram.com

બોલિવુડ એક્ટ્રેસ અને ઉરી ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધારે ગયા અઠવાડિયે એક પ્રાઈવેટ ફંક્શનમાં લગ્ન કરી લીધા હતા. બંનેની મુલાકાત 2019માં ત્યારે થઈ હતી, જ્યારે તે ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકના સેટ પર મળ્યા હતા. લગ્નના બંધનમાં બંધાયા પછી યામી ગૌતમે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના વિવિધ ફંક્શનના ફોટા શેર કર્યા છે. જેમાં તે ઘણી ખુશ જોવા મળી રહી છે. આ ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

યામી ગૌતમના ફેન્સની નજર તેના ક્લાસિકલ રેડ આઉટફીટ પર હતી. તેણે પોતાના લગ્નમાં ખર્ચ કર્યા વગર એકદમ સાદી પરંતુ રીચ લૂક આપતી રેડ કલરની સાડી પહેરી હતી. આ સાડી તેની માતાની હતી અને તે 33 વર્ષ જૂની ટ્રેડિશનલ રેશમી સાડીમાં ચારેબાજુ સોનાથી કામ કરવામાં આવ્યું છે. આ સાડી ઘણી સિમ્પલ દેખાવની હતી પરંતુ લોકોએ તેના બ્લાઉઝના ઘણા વખાણ કર્યા હતા. બ્લાઉઝ પર સોનાની કઢાઈથી ફૂલોની ડિઝાઈન બનાવવામાં આવી હતી. પોતાના બ્રાઈડલ લૂકને પૂરો કરવા માટે યામી ગૌતમે મેચિંગ દુપટ્ટો પણ ઓઢ્યો હતો, જેને તેની નાનીએ ગિફ્ટમાં આપ્યો હતો.

કહેવામાં આવે છે કે જ્વેલરી વગર કોઈ લૂક પૂરો થતો નથી. તેવી જ રીતે યામીએ વિરાસતમાં મળેલી જ્વેલરી પહેરી હતી. જેમાં એક શાહી સોનાનો સેટ, માંગ ટીકો અને કલીરા સામેલ હતા. એક્ટ્રેસ યામીના આ ટ્રેડિશનલ કપડાંમાં પહાડી હિમાચલી નથ પણ સામેલ હતી. જેને તેની દાદીએ ગિફ્ટમાં આપી હતી. આખા લગ્ન દરમિયાન યામી ગૌતમે નક્કી કર્યું હતું કે તેનો બ્રાઈડલ લૂક પણ સ્ટાઈલિશ રહે. યામીએ પોતાના લગ્નનો મેકઅપ પણ જાતે જ કર્યો હતો. જેમાં તે ઘણી જ સુંદર દેખાઈ રહી હતી. તેના લગ્ન માટે તેની હેર સ્ટાઈલ તેની બહેન સુરીલી ગૌતમે કરી હતી.

 

યામી ગૌતમે કોઈ પણ પ્રકારની જાહેરાત કર્યા વગર આદિત્ય ધાર સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. બંનેએ કોઈ પણ તામજામ કર્યા વગર ઘરના નજીકના લોકો અને મિત્રોની હાજરીમાં સાદાઈથી લગ્ન કર્યા હતા. થોડા મહિનાઓ પહેલા બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાના લગ્ન પણ ઘણા ચર્ચામાં આવ્યા હતા. તેણે પણ પોતાના ઘરના આંગણામાં જ પોતાના લગ્ન કર્યા હતા અને લગ્નના કપડાં પર ખર્ચો કરવાને બદલે તેણે ટ્રેડિશનલ સાડી પહેરવાનું નક્કી કર્યું હતું, જેથી તેનો ઉપયોગ તે બીજી વખત પણ કરી શકે. તેણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેનું ડેકોરેશન અને ખાવાનું મેન્યુ નક્કી કર્યું હતું, જેથી લગ્નમાં થતા ખાવાના બગાડને રોકી શકાય. તેના લગ્ન સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp