સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક્શન તો સારી કરી, પરંતુ..' વાંચી લો યોદ્ધા ફિલ્મનો રિવ્યૂ

PC: indiatoday.in

સિદ્ધાર્થ મલ્હોત્રા સતત એક્શનમાં હાથ અજમાવી રહ્યો છે. તેની એક્શન ફિલ્મ યોદ્ધા સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે, જેને સાગર આંબ્રે અને પુષ્કર ઓઝાએ ડિરેક્ટ કરી છે. થોડા સમય અગાઉ ઇન્ડિયન પોલીસ ફોર્સ વેબ સીરિઝમાં નજરે પડેલો સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક વખત દેશભક્તિના રંગમાં રંગાયેલો નજરે પડી રહ્યો છે. યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોનિત રૉય, સની હિન્દુજા, રાશિ ખન્ના અને દિશા પટાણી છે. ફિલ્મનો બીજો હાફ તેને આગળ લઈ જવાનું કામ કરે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા દરેક ફિલ્મ સાથે એક્ટિંગ લેવલ અપ કરી રહ્યો છે, પરંતુ અહી નજર તેના લુક્સ અને એક્શન પર જ ટકેલી રહેવાની છે કેમ કે ડિરેક્શનથી લઈને કહાનીમાં લોચો છે.

યોદ્ધાની કહાની:

યોદ્ધાની કહાની ઇજાગ્રસ્ત સિદ્ધાર્થ મલ્હોત્રાની છે, જે એક ટાસ્ક ફોર્સનો હિસ્સો છે, પરંતુ એક પ્લેન હાઈજેક થાય છે અને એ દરમિયાન કંઈક એવું થઈ છે કે તેના બધા સપના તૂટી જાય છે. થોડા સમય બાદ વધુ એક પ્લેન હાઈજેક થાય છે અને આ વખત સિદ્ધાર્થ મલ્હોત્રા પાસે પોતાને સાબિત કરવાનો અવસર છે. પરંતુ અહી પેંચ એ છે કે આ હાઇજેકને લઈને બધી આંગળીઓ સિદ્ધાર્થ મલ્હોત્રા તરફ ઉઠવા લાગે છે. આખરે કેમ સિદ્ધાર્થ મલ્હોત્રા માટે આ મિશન જરૂરી છે? આખરે આ હાઈજેક સાથે તેનું શું લેવું દેવું છે?

આ હાઈજેક માટે જવાબદાર કોણ છે? આ પ્રકારના સવાલોના જવાબ તો ફિલ્મ જોવા પર જ મળશે, પરંતુ તમે ઘણી હાઈજેકવાળી ફિલ્મો જોઈ હશે. અહી એક કહેવા માગીશું કે ડિરેક્ટરે જ્યાં સારા એક્શનનો ઉપયોગ કર્યો છે, એ જ કહાની પર તેનું ધ્યાન ગયું નથી. અને આ પ્રકારના હાઈજેક ડ્રામા માટે જે પ્રકારે ઇન્ટેન્સિટી જોઈતી હોય છે, એ મિસિંગ છે. પહેલો હાફ સમજ જ પડતો નથી કે એટલો કેમ ખેચવામાં આવ્યો? બીજા હાંફમાં એક્શન હાવી રહે છે. પછી ફિલ્મમાં આતંકવાદના નામ પર જે રીતે સ્ટીરિયોટાઈપ દેખાડવામાં આવ્યા છે, એ માથું પકડવા મજબૂર કરી દે છે કે ભાઈ કંઇ નવું કેમ કરતા નથી.

યોદ્ધાનું ડિરેક્શન:

યોદ્ધાના ડિરેક્ટર સાગર આંબ્રે શાહરુખ ખાનની પઠાણ અને વિક્કી કૌશલની ઉરી જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. બંને જ ફિલ્મો દેશભક્તિના ઝનૂનથી ઓતપ્રોત છે. એકમાં સર્જિકલ સ્ટ્રાઈક છે, તો એકમાં શંકાના આધારે આવેલો એજન્ટ જે દેશ માટે કંઇ પણ કરી શકે છે. આ વખત તેમણે પ્લેન હાઈજેકને વિષય બનાવ્યો અને પહેલાવાળા મસાલાને કોકેટલ કરીને રજૂ કરી દીધો. આ પ્રકારના વિષય માટે જે પ્રકારની કહાની અને તીખાપણું જોઈએ છે તે યોદ્ધામાં મિસિંગ છે. સાગર અને પુષ્કરની જોડી કોઈ આશા જગાવતી નજરે પડી રહી નથી.

સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક વખત દેશભક્તિના ઝનૂનથી લબરેજ ફિલ્મમાં નજરે પડ્યો છે. એક્ટિંગ તે ઠીકઠાક કરી લે છે, એક્શન પણ તેણે સારું કર્યું છે. કુલ મળીને શેરશાહ બાદ ફરી વખત તે જામ્યો છે. આખા મિશન દરમિયાન સારો લાગે છે અને એક્શન કરતા શાનદાર લાગે છે, પરંતુ કહાની અને ડિરેક્શન તેને સપોર્ટ કરતું નથી. રાશિ ખન્નાએ ઠીકઠાક કામ કર્યું છે અને દિશા પઠાણીને જે પાત્ર મળ્યું છે તેને સારી રીતે નિભાવવામાં આવ્યું છે. દેશભક્તિ સાથે જોડાયેલી ફિલ્મો જોવાના શોખીન છો, હાઈજેક ડ્રામા પસંદ છે. કહું માર-ધાડ જોવાની મજા આવે છે અને સિદ્ધાર્થના લુક્સના ફેન છો તો યોદ્ધા એક વખત જોઈ શકતા છે. જો ઇન્ટેનસ થ્રીલર જોવા માંગો છો, હોલિવુડની આ પ્રકારની ઘણી ફિલ્મ જોઈ છે, ટોપ નોચ ડિરેક્શન પસંદ છે, તો નિરાશા હાથ લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp