યુવરાજ સિંહ પર બનશે બાયોપિક, મેકર્સે કહ્યું- યુવી માત્ર એક વર્લ્ડ ચેમ્પિયન..
ભારતીય ક્રિકેટ ટીમની 2011 વર્લ્ડ કપ જીતનો હીરો યુવરાજ સિંહને કોઈ પણ દેશ ક્યારેય નહીં ભૂલે. વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા યુવરાજે બેટ અને બળ બંનેથી ભારતીય ટીમના વર્લ્ડ કપ કેમ્પેનને આગળ વધારવામાં મોટું યોગદાન આપ્યું હતું. એક તરફ તે ગ્રાઉન્ડ પર જ્યાં પૂરેપૂરો દમ લગાવી દે છે, તો તેનું શરીર એક અલગ જંગ લડી રહ્યું હતું. વર્લ્ડ કપ જીત બાદ યુવરાજને કેન્સર થવાની વાત સામે આવી. જેમ તે ક્રિકેટના મેદાનમાં બીજા દેશને હરાવવામાં ભારતના હીરો રહ્યા હતા, એવી જ રીતે રિયલ લાઈફમાં કેન્સરને પણ હરાવી.
ભારતીય ક્રિકેટના સૌથી આઇકોનિક ડાબોડી ખેલાડીઓમાંથી એક યુવરાજની કહાનીને સિનેમાના પરદા પર જોવાની ઈચ્છા દેશભરના ક્રિકેટ પ્રેમી કરતા રહ્યા છે. એવા લોકો માટે હવે એક ખૂબ મોટા સમાચાર છે. યુવરાજની જિંદગી પર હવે એક બોલિવુડ ફિલ્મ બનવા જઇ રહી છે. મોટી પ્રોડક્શન કંપની T સીરિઝના માલિક ભૂષણ કુમારે રવિ ભાગચંદકા સાથે મળીને યુવરાજ સિંહની બાયોપિક અનાઉન્સ કરી છે. ‘એનિમલ’, ‘કબીર સિંહ’ અને ‘તાનાજી’ જેવી ફિલ્મોના પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કહ્યું કે, તેઓ યુવરાજ પર બાયોપિકને લઈને ખૂબ એક્સાઈટેડ છે.
યુવરાજે પોતાની બાયોપિકને લઇને કહ્યું કે, હું ખૂબ સન્માનિત અનુભવી રહ્યો છું કે ભૂષણજી અને રવિ દ્વારા મારી કહાની દુનિયાભરમાં લાખો ફેન્સને દેખાડવામાં આવશે. ક્રિકેટ મારો સૌથી મોટો પ્રેમ રહ્યો છે અને દરેક ઉતાર ચઢાવ દરમિયાન મારી તાકતનો સોર્સ રહી છે. હું આશા રાખું છું કે આ ફિલ્મ લોકોને તેમના જીવનના ચેલેન્જમાંથી બહાર આવવા અને ક્યારેય ન તૂટનાર પેશન સાથે પોતાના સપનાઓને પૂરા કરવા માટે ઇન્સ્પાયર કરશે.
ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહની બાયોપિકને કો-પ્રોડ્યુસ કરી રહેલા રવિ ભાગચંદ્રકાએ ક્રિકેટ લીજેન્ડ સચિન તેંદુલકર પર ‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’ બનાવી છે. તેઓ અત્યારે આમીર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ પર કામ કરી રહ્યા છે. યુવરાજ સિંહની બાયોપિક તેમનો બીજો પ્રોજેક્ટ હશે જે એક ક્રિકેટરની કહાની લઈને આવશે. રવિએ યુવરાજ સાથે પોતાના કનેક્શનને લઈને કહ્યું કે, યુવરાજ ઘણા વર્ષોથી સારો મિત્ર રહ્યો છે.
મને ખૂબ સન્માન અનુભવાઈ રહ્યું છે કે તેમણે પોતાના અદ્દભુત ક્રિકેટિંગ સફરને એક સિનેમેટિક એક્સપીરિયન્સમાં બદલાવ માટે અમારા પર ભરોસો દેખાડ્યો છે. યુવી માત્ર એક વર્લ્ડ ચેમ્પિયન નથી, પરંતુ દરેક પ્રકારે એક સાચો લીજેન્ડ છે. મેકર્સે અત્યારે યુવરાજની બાયોપિક માટે કાસ્ટ અને ક્રૂ અનાઉન્સ કર્યો નથી. એ જોવાનું રસપ્રદ હશે કે ફિલ્મમાં યુવરાજનો રોલ કોણ નિભાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp