'દંગલ'ની આ અભિનેત્રી બાળપણથી છે ડિપ્રેશનનો શિકાર, આવતા હતા આત્મહત્યાના વિચારો

PC: abbtakk.tv

'દબંગ' અને 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મની ઝાયરા વસીમે 2-3 ફિલ્મો કરીને જ બોલિવુડમાં પોતાની સારી ઓળખ બનાવી લીધે છે. પોતાના શરૂઆતના કરિયરમાં જ તેને સુપરસ્ટાર આમીર ખાન સાથે કામ કરવાની તક મળી. ઝાયરાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના અંગત જીવન સાથે જોડાયેલી એક મહત્ત્વની વાત શેર કરીને સૌને અચંબિત કરી દીધા છે.

તેણે કહ્યું હતું કે, તે બાળપણથી ડિપ્રેશનથી પીડિત છે. તેણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ વાત શેર કરતા લખ્યું હતું કે, તે બાળપણથી ડિપ્રેશનનો શિકાર છે. તેણે આ ઓપન લેટરમાં આ વિષય સાથે જોડાયેલા પોતાના અનુભવ અંગે વાત કરી છે.

તેણે વધુમાં કહ્યું હતું કે, થઈ શકે છે કે આ એક માત્ર થોડો સમય હતો પરંતુ તેણે મને એક એવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધી હતી, જેની મેં કલ્પના પણ કરી ન હતી અને ઈચ્છા પણ રાખી ન હતી. હું રોજ પાંચ એન્ટીડિપ્રેસેન્ટ લેતી હતી, અડધી રાતે હોસ્પિટલ તરફ ભાગવુ, ખાલીપણું,એકલતા અને નિરાશા મહેસૂસ કરવા સિવાય ગળું સૂકવું, રાતે ઊંઘ ન આવવી, માથામાં દુખાવો, નર્વસ બ્રેકડાઉન અને આત્મહત્યા કરવાના પણ વિચારો આવતા હતા.

તેણે વધુમાં કહ્યું હતું કે, મને હજુ પણ યાદ છે કે 12 વર્ષની ઉંમરમાં મને પહેલો પેનિક અટેક થયો હતો. 14 વર્ષની ઉંમરે ફરીથી આ અટેક આવ્યો હતો. તે પછી કેટલી વખત આવું થયું છે મને યાદ નથી. મને એ પણ ખબર નથી કે મારે કેટલી વખત અને કેટલી દવા લેવી પડતી હતી અને આજે પણ હું દવા લઉં છું.

ઝાયરાએ કહ્યું હતું કે, હું સોશિયલ લાઈફ, કામ, સ્કૂલ અને મીડિયાથી થોડા સમય માટે દૂરી બનાવવા રાખુ છું. મારું હાલમાં ધ્યાન માત્ર રમઝાનના મહિના પર છે. મારા પ્રમાણે આ પરફેક્ટ સમય છે, જે દરમિયાન હું આ બધી વસ્તુઓને ક્લિયર કરી શકીશ. મને દુવામાં યાદ રાખજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp