આ રીતે એલોવેરાથી આપો તમારા વાળને રક્ષણ

PC: youtube.com

એલોવેરા જેટલી યુઝફૂલ વનસ્પતિ બીજી કોઈ નહીં હોય, જે વાગ્યાથી લઈ દાઝ્યા સુધી અને સ્કિનથી લઈ વાળ સુધીની સમસ્યાઓમાં અત્યંત ઉપયોગમાં આવે છે. એટલે જ અમે તમને સલાહ આપીએ છીએ કે ઘરમાં બને એટલા વધુ એલોવેરા ઉગાડો અને તેનો બને એટલો વધુ લાભ લો. આજે અમે તમને એલોવેરાના એવા જ કેટલાક લાભોથી પરિચિત કરાવવાના છે, જે તમને તમારા વાળની માવજતમાં ખપમાં આવશે.

જો તમારા વાળ કડક થઈ ગયા હશે અને થોડું જ ખેંચતા જો એ તૂટી જતા હશે તો સમજી જવું કે તમારા વાળ અત્યંત નબળા થઈ ગયા છે. જોકે એલોવેરા અને ઈન્ડાની પેસ્ટથી તમે તમારા વાળને બચાવી શકો છો. જોકે આ પેસ્ટ બનાવતી વખતે ધ્યાન રાખવાનું કે ઈન્ડાની પીળાશને જ એલોવેરા સાથે ભેળવવામાં આવે. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટથી મસાજ કરશો તો તમારા વાળ સ્મૂધ અને મજબૂત થશે.

તો જેમને ખોળા અને વાળમાં થતા ફંગશની તકલીફ હોય તેમણે એલોવેરાના જેલમાં લીંબું ભેળવીને વાળની જડ સુધી તેનું માલિશ કરવું. આવું અઠવાડિયામાં બે-ત્રણ વાર કરવાથી માથાનો ખોળો સંપૂર્ણ દૂર થશે અને સ્મૂધ પણ થશે.

એલોવેરા જેલમાં થોડું દહીં અને મધ ભેળવીને એ પેસ્ટથી વાળમાં મસાજ કરશો તો વાળમાં ગૂંચ નહીં થાય અને વાળ ઘણા શાઈની બનશે. દહીંમાં રહેલું પ્રોટિન વાળને મજબૂત પણ બનાવશે. આ ઉપરાંત નાળિયેર તેલમાં એલોવેરાનું થોડું જેલ ભેળવીને એ માથામાં લગાવશો તો તમારા વાળ હાઈડ્રેડ રહેશે. આ મિશ્રણ વાળને અત્યંત સોફ્ટ પણ બનાવે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp