ચોખાના પાણીથી આ રીતે ચમકાવો તમારી ત્વચાને

PC: medicalnewstoday.com

ચોખા આપણા ડાયેટનું મહત્ત્વનું અંગ છે. સવાર અથવા સાંજ મળીને એકાદવાર તો આપણે રાઈસ, પુલાવ કે બિરિયાની ખાઈએ જ છીએ. પરંતુ ભાત એટલે કે ચોખા આપણા ચહેરા અને વાળ માટે પણ એટલા જ ઉપયોગી છે. કારણ કે આ અનાજમાં વિટામિન્સ, પ્રોટિન્સ અને એન્ટીઑક્સિડેન્ટ્સ હોય છે, જે આપણા વાળ અને ત્વચાને આગવો નિખાર આપે છે.

આ માટે તમે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. ચોખા જે પાણીમાં પલાળ્યા હોય એ પાણીને તમારે અલગ કાઢી લેવાનું. અથવા વિશેષરૂપે થોડા ચોખા લઈને તેને વધુ પાણીમાં લઈ કુકરમાં મૂકી દેવાના. યાદ રહે છે કે ચોખાનો સ્વાદ કે તેની સુગંધ નીતર્યા પાણીમાં પણ હોવી જ જોઈએ. પછી એ પાણીથી ચહેરા પર પંદરેક મિનિટ સુધી મસાજ કરવાનો અને થોડા સમય પછી સાદા પાણીથી ચહેરો ધોઈ નાંખવાનો. આવું કરવાથી ચહેરા પરની ત્વચાના છીદ્રો સાફ થશે. એટલું જ નહીં ચહેરા પર કાળા ડાધા હશે તો એ પણ દૂર થશે.

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ ચોખાના પાણીનો મસાજ ત્વચા પર કરચલીઓ પણ પડવા દેતી નથી, જેને કારણે વ્યક્તિ કોઈ પણ ઉંમરે યંગ લાગી શકે છે. તો વાળને નિખારવા હોય તો વાળ ધોવા પહેલાં વાળને આ પાણીથી મસાજ કરો અને પછી કોઈક સારા શેમ્પુથી તે ધોઈ કાઢો.  

આ ઉપરાંત ચોખાનું પાણી પીવાથી કબજિયાતમાં પણ રાહત થાય છે અને જેમનું શરીર હાઈડ્રેડ નથી રહેતું તેમને પણ ચોખાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp