સુંદર દેખાવવા શું તમે પણ લગાવો છો વાળમાં ડાઈ? જો જો, તમારા પણ હાલ ન થઈ જાય આવા

PC: ndtvimg.com

પેરિસની 19 વર્ષીય એસ્ટિલે લોકલ સુપરમાર્કેટમાંથી વાળમાં લગાવવા માટે ડાઈ ખરીદી. ડાઇના પેકેટ પર આપવામાં આવેલાં સ્ટેપ્સ અનુસાર જ એસ્ટિલે ડાઇને પાણીમાં મિક્સ કરી માથામાં લગાવી. ડાઈ લગાવ્યા બાદ થોડાં જ સમયમાં એસ્ટિલને શ્વાસ લેવમાં તકલીફ પડવા લાગી અને માથામાં ખંજવાળ આવવા લાગી.

બીજા દિવસે સવારે એસ્ટિલે જ્યારે પોતાનો ચહેરો માથું દર્પણમાં જોયું તો તે પહેલાં જેવો નહોતો દેખાતો. તેનું માથું બમણું વધી ગયું હતું. તે માપવા પર ખબર પડી કે એસ્ટિલનું માથું 63 સે.મી. વધી ગયું છે. એટલું જ નહીં માથાની સાથે એસ્ટિલની જીભનો આકાર પણ વધવા લાગ્યો હતો. પોતાના શરીરમાં થયેલા અજીબોગરીબ ફેરફારને જોઈ તે ડોક્ટર પાસે દોડી અને ડોક્ટરના કહ્યા અનુસાર ઇન્જેક્શન લગાવ્યા. હોસ્પિટલમાં ડોક્ટર પાસે જઇને તેને ખબર પડી કે ડાઈમાં હાજર પીપીડી કેમિકલના કારણે આ પ્રતિક્રિયા આવી. ડાઈમાં હાજર પી.પી.ડી. (પેરાફેનીલેનેડિયમ) નામનું કેમિકલ સામાન્ય રીતે અન્ય બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ જોવા મળે છે.

ડાઈને ઉપયોગમાં લેતૂી વખતે એસ્ટિલની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે પેચ ટેસ્ટમાં આપેલીસૂચનાઓનું પાલન ન કર્યું. પેચ ટેસ્ટમાં 48 કલાકનો સમય લખેલો હતો. જેમાં સ્પષ્ટ લખેલું હતું કે ડાઈ લગવ્યા પછી 48 કલાકમાં તેની ચકાસણી કરો તમને તેનું કોઈ રિએક્શન તો નથી આવતું ને પણ એસ્ટિલે 30 મિનિટ જ તે ડાઈનું પરીક્ષણ કર્યું અને પછી બધી ડાઈ પોતાના માથા પર લગાવી દીધી. એસ્ટિલાની એક ભૂલે તેનું જીવન જોખમમાં મૂકી દીધું હતું એટલે જ કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરતાં પહેલા હંમેશા તેના ઉપર લખેલી સૂચનાઓ વાંચી તેનું પાલન અવશ્ય કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp