હવે આવી રહી છે ઊંધી જીન્સની અનોખી ફેશન, ભાવ જાણીને ચોંકી જશો તમે

PC: intoday.in

ફેશનની દુનિયામાં ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે. આજકાલ તો એ જાણવું પણ મુશ્કેલ થઈ ગયું છે કે આખરે ફેશન છે શું? ઘણા ડિઝાઈનરો ઘણા વિચિત્ર પ્રકારના કપડાં ડિઝાઈન કરે છે. હાલમાં જ એક બ્રાન્ડે જીન્સને ઊંઘી રીતે ડિઝાઈન કર્યું છે. સોશિયલ મીડિયા પર આ જીન્સ ખૂબ ચર્ચામાં છે. ચાલો જાણીએ તેમાં એવું તો શું ખાસ છે.

ન્યૂયોર્કની CIE Denim નામની એક બ્રાન્ડે હાઈરાઈઝ જીન્સ ડિઝાઈન કરી છે. આ જીન્સ ઊંધી રીતે ડિઝાઈન કરાઈ છે. આ જીન્સમાં બેલ્ટ અને પોકેટ કમરની જગ્યા એ એડીની જગ્યાએ છે.

જણાવી દઈએ કે આ જીન્સની ડિઝાઈન અમેરિકાની હોરર વેબ ટીવી સીરિઝ 'સ્ટ્રેન્જર થિંગ્સ'થી પ્રભાવિત છે. આ ઈનવર્ટેડ અથવા અપસાઈડ ડાઉન જીન્સને 'Will' નામ આપવામાં આવ્યું છે. જ્યારે ડબલ બેક પેનલવાળા ડેનિમ શોર્ટ્સનું નામ 'EI' રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલીક ઈનવર્ટેડ જીન્સનું નામ Lucas, Mike, Nancy અને Maxine છે.

આ ડેનિમ ઈનવર્ટેડ જીન્સની કિંમત 495 ડોલર એટલે કે લગભગ 33,905 રૂપિયાની આસપાસ છે જ્યારે અપસાઈડ ડાઉન શોર્ટ્સની કિંમત 385 ડોલર એટલે કે 26,370 રૂપિયાની આસપાસ છે. આ ઈનવર્ટેડ જીન્સની ડિઝાઈન સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp