VIDEO: આ છે દુનિયાની સૌથી મોંઘી મોજડી, કિંમત જાણીને ચોંકી જશો
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આજે દુનિયાની સૌથી મોંઘી મોજડી લોન્ચ કરવામાં આવશે. તેની કિંમત 1.7 કરોડ ડોલર એટલે લગભગ 1.23 અબજ રૂપિયા છે. આ લક્ઝરીયસ મોજડી ડાયમંડ અને અસલી સોનાથી બનાવવામાં આવી છે. કારીગરોને તેને ડિઝાઈન કરવા અને બનાવવામાં આશરે નવ મગિનાનો સમય લાગ્યો છે. પેશન ડાયમંડ શૂની કિંમત 6.24 કરોડ દિરહામ (આશરે 1.7 કરોડ ડોલર) છે. ભારતીય રૂપિયા અનુસાર તેની કિંમત 1.23 અબજ રૂપિયા થાય છે.
View this post on InstagramDiamonds, gold. The Passion Diamond Shoes.
A post shared by JADA DUBAI (@jadadubai) on
આ સુંદર મોજડીમાં 15 કેરેટનાં ડાયમંડ લગાડવામાં આવ્યા છે. આ મોજડીને UAEનાં બ્રાન્ડ જદા દુબઈનાં પેશન જ્વેલર્સની સાથે સહયોગમાં બનાવવામાં આવી છે. આ બુધવારે દુનિયાને એકમાત્ર સેવન સ્ટાર હોટેલ બુર્જ અલ અરબમાં રજૂ કરવામાં આવશે અને તેનાં લોન્ચ ઈવેન્ટમાં આશરે 50 ગેસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં VIP અને ધનાઢ્ય લોકો ઉપરાંત, મીડિયાનાં લોકો સામેલ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp