ઉત્તરાયણના દિવસે કેવો પવન રહેશે, અંબાલાલ પટેલે કરી આગાહી
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે અને ખાસ પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તેની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે. સવારમાં સારો પવન રહેશે, બપોરના સમયે મંદ પડી જશે અને સાંજના સમયે પાછો સારો પવન રહેશે.
7 ડિસેમ્બરે રવિવારે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ક્યાંક હિમ વર્ષા તો ક્યાંક કમોસમી વરસાદ પડશે. અલનીનોની અસરને કારણે આ સમયગાળામાં ઠંડીનું જોર વધશે.
જાન્યુઆરીના અંતમાં ઠંડી ગાયબ થશે અને ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં 8 અને 9 તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. ઉપરાંત આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠુ જોવા મળી શકે છે.
ફેબ્રુઆરી મહિનામાં 17 અને 18 તારીખે પણ કમોસમી વરસાદ પડશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp