શું નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે?
3 ઓકટોબરથી નવરાત્રી શરૂ થવાની છે અને આયોજકો અને ખૈલેયાઓમાં એ વાતની ચિંતા છે કે આ વખતે વરસાદ ક્યાંક મજા ન બગાડી નાંખે.સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી વરસાદ વિદાય લે છે. આ વખતે 23 સપ્ટેમ્બરે વરસાદે કચ્છમાંથી વિદાય લીધી છે અને 29 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાંથી વરસાદે વિદાય લીધી.
છેલ્લાં 3 દિવસથી દક્ષિણ ગુજરાત પાસે ખંભાતનામાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, 5 ઓકટોબરે ચોમાસું સત્તાવારી રીતે ગુજરાતમાંથી વિદાય લેશે. મતલબ કે નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની સંભાવના ઓછી છે. જો કે, હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી સપ્તાહ સુધી છુટોછવાયો વરસાદ પડી શકે છે. મૂશળધાર વરસાદ પડવાની સંભાવના ઓછી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp