રસોડાના સિંકમાં ન ચાલ્યું જાય દાળનું પ્રોટીન, ICMRએ દાળ બનાવવાની સાચી રીત શીખવી
શાકાહારી લોકો માટે દાળના પ્રોટીનનો ખૂબ જ સારો વિકલ્પ છે. સ્વાદમાં પણ તડકા દાળની કોઈ સરખામણી નથી. દાળ-ભાત હોય કે દાળ-રોટલી, તેના સ્વાદથી લઈને સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ છે. દાળ વિના ભારતીય ભોજનની કલ્પના કરી શકાતી નથી. પરંતુ શું તમે જાણો છો કે, જો તમે આ પોષક તત્વોથી ભરપૂર દાળને ખોટી રીતે રાંધો છો, તો તેના પોષક તત્ત્વો તમારા શરીર સુધી પહોંચાડવાને બદલે તમે તેને ગટરમાં ફેંકી દો છો. ICMRએ તાજેતરમાં જ તેની માર્ગદર્શિકા બહાર પાડી હતી. જો આ માર્ગદર્શિકાનું માનવામાં આવે તો ઘણા લોકો એવા છે જે ખોટી રીતે દાળ રાંધે છે અને તેના તમામ પોષક તત્વોનો બગાડ કરે છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
ICMRની નવીનતમ સૂચનાઓ અનુસાર, 'દાળની પોષક ગુણવત્તા સુધારવા માટે તેને ઉકાળો અથવા પ્રેશર કૂકિંગમાં રાંધો એ શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે આપણે દાળને ઉકાળીએ છીએ અથવા તેને પ્રેશર કૂકરમાં રાંધીએ છીએ, ત્યારે પોષક તત્વો વિરોધી પરિબળો (એન્ઝાઇમ અવરોધકો જે પોષક તત્વોને પચવા દેતા નથી) નાશ પામે છે. તેથી, દાળ રાંધવાની આ પદ્ધતિઓ પાચન ક્ષમતામાં વધારો કરે છે. આ રીતે વધુ પ્રોટીન પણ મળે છે. તે જણાવે છે કે, દાળમાં ફોલેટ જાળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે, તેને ઉકાળતી વખતે તેમાં જરૂરી હોય તેટલું જ પાણી ઉમેરવું, જેથી વધારાના પાણીને બહાર ફેંકી ન દેવું પડે. આ રીતે રાંધવાથી દાળનો સ્વાદ પણ સુધરે છે.
વધુમાં, ICMRએ વાત પર ભાર મૂકે છે કે દાળને લાંબા સમય સુધી રાંધવાથી તેના પોષક મૂલ્યમાં ઘટાડો થાય છે. દાળમાં રહેલું લાયસિન વધારે રાંધવાને કારણે નષ્ટ થઈ જાય છે. તેથી, ઉકળતી વખતે માત્ર જરૂરી માત્રામાં પાણી ઉમેરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અહીં તમને જણાવી દઈએ કે, પ્રેશર કૂકરમાં ઉકાળવા અને રાંધવાથી દાળમાં મળતા પ્રોટીનનું બંધારણ બદલાઈ જાય છે. આ ફેરફાર ગરમીના કારણે થાય છે. જો કે, દાળમાં ગરમી-સ્થિર પ્રોટીન પણ હોય છે. આને ગ્લોબ્યુલિન કહેવામાં આવે છે. આ ગ્લોબ્યુલિન પ્રાણી પ્રોટીન કરતાં ગરમીથી ઓછી અસર પામે છે, તેથી તેનો નોંધપાત્ર ભાગ રાંધ્યા પછી પણ અકબંધ રહે છે. જ્યારે દાળને ઉકાળી અને પ્રેશર કૂકર એમ બંને રીતે તૈયાર કરવામાં આવે, ત્યારે લેક્ટીન સંપૂર્ણપણે નાશ પામે છે. લેક્ટિન્સ તમારા પાચનને અસર કરી શકે છે અને ગરમી તેમને હાનિરહિત બનાવી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp