કેન્દ્ર સરકારની લાલ આંખઃ હોટેલ અને રેસ્ટોરાંના માલિકો આ તેલ નહીં વાપરી શકશે

PC: scmp.com

લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રેસ્ટોરાં અને હોટેલ માટે એક નવો નિયમ બનાવ્યો છે. જે મુજબ હોટેલ અને રેસ્ટોરાંના સંચાલકો હવે બળેલા તેલનો વારંવાર ઉપયોગ નહીં કરી શકશે. આ નિયમ મુજબ એક દિવસમાં 50 લીટરથી વધારે ખાવાના તેલનો ઉપયોગ કરનારે હવે હિસાબ આપવો પડશે. આ કરવા પાછળનું કારણ એવું છે કે, બળી ગયેલા તેલ (દાઝીયા)માં બનાવેલો ખોરાક ખાવાથી ટ્રાન્સફેટ જેવી બીમારી થાય છે. 

હોટેલ માલિકોને ખાવાના તેલને બીજીવાર ગરમ કરી ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નિયમ મુજબ સરકારી તપાસ એજન્સીઓ તેલના ઉપયોગના નમૂનાની ફૂડ કમિશનરની દેખરેખમાં સમયાંતરે તપાસ કરશે. જો સરકારી તપાસમાં આપવામાં આવેલા નમૂનામાં ટ્રાન્સફેટની માત્રા વધારે મળશે તો આવી રેસ્ટોરાં અથવા હોટેલનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારનો આ નિયમ 1 માર્ચથી લાગૂ થવા જઈ રહ્યો છે. જે હોટેલ અને રેસ્ટોરાં માલિકોની મુશ્કેલી વધારી શકે છે. આ પ્રકારનો નવો નિયમ લાગુ થવાથી તેલનો ઉપયોગ વધી જશે. જેનાથી હોટેલ અને રેસ્ટોરાંનો કુલ ખર્ચો પણ વધી શકે છે. જે બોજ સીધો જ ગ્રાહકો પર પણ પડશે. જેથી આવનારા દિવસોમાં હોટેલમાં જમવાનું મોંઘુ થઈ શકે છે. 

મહત્ત્વપૂર્ણ એ છે કે એક જ તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવે તો તેમાં ટ્રાન્સફેટ વધી જાય છે અને ટ્રાન્સફેટ એક ધીમા ઝેર સમાન છે.  જે હૃદય અને શરીરમાં અન્ય બીમારીઓને નોતરી શકે છે. તેમજ ક્યારેક તો તે મૃત્યુનું પણ કારક બને છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે આશરે પાંચ લાખ લોકો હૃદયની બીમારીના કારણે મૃત્યુ પામે છે. આમા ટ્રાન્સફેટ એક મુખ્ય કારણ બનીને સામે આવ્યું છે. ભારતમાં દર વર્ષે 600000 જેટલા લોકોનું મૃત્યુ હૃદય રોગને કારણે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp