હવે બજારોમાં મળશે પ્રોટીનથી ભરપૂર અળસિયામાંથી બનેલા પાસ્તા

PC: dailymail.co.uk

અળસિયામાંથી બનેલા પાસ્તા, તે પણ પોતાના ઘરમાં જ એક કીટની મદદથી ઉત્પન્ન કરવામાં આવેલા કીડાઓમાંથી. સાંભળીને ભલે તમે મોઢુ બગાડો પરંતુ આ અજીબો-ગરીબ ડિશ ટૂંક સમયમાં જ હકીકત બનવાની છે. હોંગકોંગ આંત્રપ્રિનિયોર કથરીના ઉંગર જો પોતાના સ્ટાર્ટઅપમાં સફળ રહેશે તો આ વાત સાચી બની જશે.

28 વર્ષીય કથરીના લિવિન ફાર્મ નામના સ્ટાર્ટ-અપની ફાઉન્ડર છે, જે 2016થી ઈન્સેક્ટ ઈનક્યૂબેટર બનાવી રહી છે. હવે તે મીલવોર્મ (ખાવા લાયક અળસિયા)નુ ઉત્પાદન કરતુ એક મોડલ તૈયાર કરી રહી છે, જેનો ઘરના રસોડામાં પણ કરી શકાશે. આ કિટની કિંમત આશરે 10000 રૂપિયા હશે.

કથરીનાએ જણાવ્યુ હતુ કે, 2050માં ધરતી પર આશરે 9 અબજ લોકો હશે, આથી આપણે પોતાનુ પેટ ભરવા માટેના રસ્તાઓ શોધવા પડશે. સ્ટાર્ટ-અપની સંસ્થાપકે જણાવ્યુ હતુ કે, અળસિયાનુ માંસ એક સારો વિકલ્પ હશે, કારણ કે તે વધેલા ભોજનમાંથી ઉત્પન્ન કરી શકાય છે જેમાં ખૂબ જ ઓછી જહ્યા, ઓછા પાણીની જરૂર પડશે. તેનો સ્વાદ પણ લાજવાબ હશે.

તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મોડલની ખરીદદારી કરનારાઓને ફર્મ રેસિપીની એક મેગેજિન પણ ગિફ્ટમાં આપશે. જોકે, મોટાભાગના લોકો અળસિયા ખાવા અંગે સાંભળીને ઉલટી કરી શકે છે. પરંતુ, થાઈલેન્ડ અને ચીનમાં તે સામાન્ય બાબત છે. અળસિયા ખાવાનો બીજો એક ફાયદો એ છે કે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે તેમજ તેમાં કોલેસ્ટ્રોલ ખૂબ જ ઓછું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp