Recipe: ઓટ્સ અને રોસ્ટેડ કેપ્સિકમ સુપ

PC: blogspot.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 20 મિનિટ

સામગ્રીઃ

5 ટે.સ્પૂન રોસ્ટેડ ઓટ્સ

2 મિડીયમ રેડ કેપ્સિકમ

2 કપ સમારેલા ટામેટા

2 તમાલપત્ર

1 કળી લસણ

1 ટી.સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ

મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ કેપ્સિકમને ગેસ પર શેકો. તેની સ્કીન કાળી થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો. પછી તેને ઠંડા કરી તેની સ્કીન કાઢી લો એકબાજે મૂકો. હવે ટામેટા, તમાલપત્ર અને લસણને એક નોનસ્ટીક પેનમાં પાણી નાખી 10 મિનિટ સુધી થવા દો. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો. પછી ગેસ બંધ કરી તેમાંથી તમાલપત્ર કાઢી લો. હવે મિક્સર ગ્રાઈન્ડરમાં કેપ્સિકમ અને ટામેટાને એકરસ થાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરી લો. હવે આ મિશ્રણને નોન-સ્ટીક પેનમાં કાઢી તેમાં મીઠું, ચીલી ફલેક્સ અને થોડું પાણી ઉમેરી 2-3 મિનિટ સુધી થવા દો. પછી તેમાં ઓટ્સ ઉમેરી 2 મિનિટ સુધી હલાવતા રહો. તૈયાર થયેલા આ સૂપને બાઉલમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.