Recipe: બીટરૂટ હમસ

PC: halfbakedharvest.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 25 મિનિટ

સામગ્રીઃ
2 કપ બાફેલા છોલે ચણા
1 છીણેલું બીટ
4-5 લસણની કળી
1/4 કપ ઓલિવ ોઈલ
1 ટી.સ્પૂન તલ
1 ટે.સ્પૂન દહીં
1 ટી.સ્પૂન જીરું પાવડર
2 ટે.સ્પૂન લીંબુનો રસ
મીઠું સ્વાદ પ્રમાણે
કોથમીર ગાર્નીશિંગ માટે

બનાવવાની રીતઃ
સૌ પ્રથમ બીટ પર થોડું તેલ લગાવી તેને ગેસ પર 10 મિનિટ સુધી શેકવા મૂકો. શેકાઈ ગયા બાદ ઠંડુ પડે પછી નાના નાના ટુકડામાં કાપી લો. એક પેનમાં તેલને શેકો. ઠંડા પડે પછી મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. પછી મિક્સરમાં છોલે ચણા, લસણ નાખીને એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો. તેમાં પછી બીટરૂટ, તલનો ભૂકો, દહીં, ઓલિવ ઓઈલ, જીરું પાવડર અને મીઠું નાખી ફરીથી સ્મૂધ પેસ્ટ કરો. તૈયાર થયેલી પેસ્ટને બાઉલમાં કાઢો. ઉપરથી લીંબુનો પસ નાખી હલાવો. છેલ્લે ઉપરથી ઓલિવ ઓઈલ અને કોથમીર નાખી પીટા બ્રેડ સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.