દાલ મખની અને બટર ચિકનની શોધ કોણે કરેલી? 2 રેસ્ટોરાંનો ઝઘડો કોર્ટ પહોંચ્યો

PC: lawtrend.in

મોતી મહેલ અને દરિયાગંજ રેસ્ટોરન્ટ વચ્ચે દિલ્હી હાઈકોર્ટમાં કેસ શરૂ થયો છે. વિવાદ નોર્થ ઇન્ડિન વાનગીની બે સૌથી લોકપ્રિય ડીશને લઈને છે. સવાલ એ છે કે બટર ચિકન અને દાળ મખાણીની શોધ કોણે કરી? શું છે બંનેનો દાવો?

બે જાણીતી રેસ્ટોરન્ટ ચેન વચ્ચે કેટલીક વાનગીઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મોતી મહેલ અને દરિયાગંજ રેસ્ટોરન્ટ એકબીજા સામે કેસ નોંધવામાં આવ્યો છે, સમન્સ મોકલવામાં આવ્યા, જવાબો માંગવામાં આવ્યા અને મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ દરિયાગંજ હોટલે તેમની ટેગલાઇનમાં બટર ચિકન અને દાલ મખાનીની શોધ કરવાનો દાવો કર્યો હતો. તેના પર મોતી મહેલ હોટલે તેની સામે કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે દરિયાગંજ રેસ્ટોરન્ટ આ ટેગલાઈનથી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

16 જાન્યુઆરીએ આ કેસ જસ્ટિસ સંજીવ નરુલા સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. કોર્ટે દરિયાગંજ રેસ્ટોરન્ટના માલિકોને સમન્સ મોકલીને 30 દિવસમાં આ કેસનો લેખિત જવાબ આપવા જણાવ્યું છે.

મોતી મહેલના માલિકોનો દાવો છે કે તેમના પૂર્વજ સ્વર્ગસ્થ કુંડલ લાલ ગુજરાલ આ વાનગીઓ તૈયાર કરનાર સૌપ્રથમ હતા. કોર્ટમાં મોતી મહેલે કહ્યું હતું કે બટર ચિકન અને દાળ મખાની સિવાય ગુજરાલે તંદૂરી ચિકનની પણ શોધ કરી હતી અને તે આ વાનગીઓ ભાગલા પછી ભારતમાં લાવ્યા હતા.

મોતી મહેલ રેસ્ટોરન્ટે આ શોધ કેવી રીતે થઈ તેની પણ વાત કહી છે. ગુજરાલ તેમના રાંધેલા ચિકન સુકાઈ જવા અંગે ચિંતિત હતા કારણ કે બચેલા ચિકનને રેફ્રિજરેટરમાં રાખી શકાય તેમ ન હતું. આના પર તેમણે ચિકનને હાઈડ્રેટ કરવા માટે સોસ બનાવ્યો હતો અને આ રીતે દાલ મખાણીની પણ શોધ થઈ હતી.

તો બીજી તરફ દરિયાગંજ રેસ્ટોરન્ટનો દાવો છે કે તેમના પૂર્વજ સ્વર્ગસ્થ કુંદન લાલ જગ્ગીએ બંને વાનગીઓનો કન્સેપ્ટ લઇને આવ્યા હતા. દરિયાગંજ રેસ્ટોરન્ટ વતી હાજર રહેલા વકીલોએ 16 જાન્યુઆરીએ કોર્ટને કહ્યું હતું કે તેમની સામે નોંધાયેલો કેસ પાયાવિહોણો છે. દાવો કર્યો કે તે કોઈ ખોટી રજૂઆતમાં સામેલ નથી અને તેમના પર લાગેલા આરોપો સત્યથી વેગળા છે.

દરિયાગંજ વતી એવી દલીલ કરવામાં આવી હતી કે પેશાવરમાં મૂળ મોતી મહેલ રેસ્ટોરન્ટની સ્થાપના બંને પક્ષોના પૂર્વજો એટલે કે દરિયાગંજ રેસ્ટોરન્ટના જગ્ગી અને મોતી મહેલ રેસ્ટોરન્ટના ગુજરાલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. હવે આ કેસની સુનાવણી 29 મેના દિવસે થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp