PM માતૃ વંદના સ્કીમમાં 17 લાખ લાભાર્થીને 2024 કરોડ ચૂકવ્યા

PC: thehowpedia.com

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (પીએમએમવીવાય) અંતર્ગત નોંધણી કરાયેલ લાભાર્થીઓની સંખ્યા વધીને 17,66,423 થઈ ગઈ છે. નોંધણી માટે પ્રતિદિન સરેરાશ 50,000 અરજીઓ પ્રાપ્ત થાય છે. પીએમએમવીવાય અંતર્ગત દરેક 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે અત્યાર સુધી 2048.21 કરોડ રૂપિયા ફાળવાયા છે, જેમાંથી 2042.09 કરોડ રૂપિયાની ચુકવણી થઇ ગઇ છે.

ભારત સરકાર દ્વારા 01 જાન્યુઆરી, 2017થી દેશનાં દરેક જિલ્લાઓમાં પીએમએમવીવાયનાં અમલીકરણને મંજૂરી આપી દેવાઈ છે. પીએમએમવીવાય અંતર્ગત દરેક પાત્ર લાભાર્થીઓને રૂ. 5,000 અપવામાં આવે છે અને બાકીની રકમ જનની સુરક્ષા યોજના (જેએસવાય) અંતર્ગત માતૃત્વ લાભની શરતોને અનુરૂપ સંસ્થાગત પ્રસુતિ કરાવ્યા બાદ અપવામાં આવે છે. આ પ્રકારે સરારેશ એક મહિલાને રૂ. 6,000 પ્રાપ્ત થાય છે.

આ યોજનાનાં અમલીકરણના દિશા-નિર્દેશો – આ યોજનાને શરૂ કરવાના સોફ્ટવેર એટલે કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના સામાન્ય આવેદન સોફ્ટવેર (પીએમએમવીવાય-સીએએસ) અને તેની નિયમાવલીનો શુભારંભ 01 સપ્ટેમ્બર, 2017નાં રોજ માનનીય મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધી દ્વારા કરાયો હતો. પીએમએમવીવાય રાજ્ય સરકારોનાં સહયોગથી કાર્યાન્વિત છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (પીએમએમવીવાય) અંતર્ગત દરેક ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનારી માતાઓ માટે માતૃત્વ લાભ ઉપલબ્ધ છે. જેમાં એ મહિલાઓનો સમાવેશ નથી, જે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા સાર્વજનિક ક્ષેત્રનાં ઉપક્રમોમાં નિયમિત કર્મચારી છે.

આ ઉપરાંત આ સમયે લાગુ કોઈપણ કાયદા અંતર્ગત આ જ પ્રકારના લાભો મેળવનારી મહિલાઓ પણ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. આ યોજનાનો ઉદ્દેશ છે – (1) ગર્ભવતી મહિલાનાં વેતનમાં કાપ સામે રોકડ પ્રોત્સાહનનાં રૂપમાં આંશિક વળતર આપવાનો છે, જેથી મહિલા પ્રથમ બાળકનાં જન્મ પહેલા અને પછી યોગ્ય આરામ કરી શકે. (2) રોકડ પ્રોત્સાહનથી ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનારી માતાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp