શરદ પવાર બાદ ફારૂક અબ્દુલ્લાને પણ રાષ્ટ્રપતિ નથી બનવું, પાછળ હટ્યા, આ કારણ આપ્યુ

PC: news.abplive.com

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાનું નામ પાછું ખેંચવાની ઘોષણા કરી છે. શનિવાર 18મી જૂનના રોજ તેમણે એલાન કર્યું કે, હું રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માટે સંભવિત સંયુક્ત વિપક્ષી ઉમેદવારના રૂપે પોતાનું નામ પાછું ખેંચુ છું.

આ મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે, હું ભારતના રાષ્ટ્રપતિ માટે સંભાવિત સંયુક્ત વિપક્ષી ઉમેદવાર તરીકે પોતાનું નામ પાછું ખેંચવાની ઘોષણા કરું છું. મારું માનવું છે કે, જમ્મુ અને કાશ્મીર એક મહત્ત્વપૂર્ણ સમયથી પસાર થઇ રહ્યું છે અને આ અનિશ્ચિત સમયથી બહાર નીકળવા અને લોકોની મદદ કરવા માટે મારી જરૂર પડશે.

નેશનલ કોન્ફ્રન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘મારે હજુ એક્ટિવ પોલિટિક્સ કરવાની છે. હું જમ્મુ કાશ્મીર અને દેશની સેવામાં સકારાત્મક યોગદાન આપવા માટે તત્પર છું. મારું નામ પ્રસ્તાવિત કરવા માટે હું મમતા દીદીનો આભારી છું. હું એ દરેક વરિષ્ઠ નેતાઓનો પણ આભારી છું કે, જેમણે મારું સમર્થન કર્યું છે.’

ફારૂક અબ્દુલ્લાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘મમતા દીદીએ મારું નામ પ્રસ્તાવિત કર્યા બાદ, મને વિપક્ષી નેતાઓ તરફથી મારી ઉમેદવારીના સમર્થન માટે ઘણા કોલ આવ્યા હતાં.’ તેમણે આગળ કહ્યું કે, ‘પોતાની પાર્ટી અને પરિવારના વરિષ્ઠ સહયોગીઓની સાથે આ અપ્રત્યાશિત વિકાસ વિશે ચર્ચા કરી. દેશના સર્વોચ્ચ પદ માટે મને જે સમર્થન મળ્યું છે અને મારું સન્માન કરવામાં આવ્યું છે તેના માટે હું હ્રદયપૂર્વક આભારી છું.’

રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને 15મી જૂન 2022ના રોજ કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં મમતા બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સંભાવિત ઉમેદવારને લઇને ઉંડાણ પૂર્વક ચર્ચાઓ થઇ હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ ફારૂક અબ્દુલ્લા અને મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીના નામનો પણ પ્રસ્તાવ અન્ય નેતાઓ સામે રાખ્યો હતો. બેઠકમાં દરેક દળના નેતાઓએ શરદ પવારના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો પણ તે બેઠકમાં હાજર શરદ પવારે પોતે જ ઉમેદવારી નોંધાવવા માટે ના પાડી દીધી હતી.

આ બેઠકમાં 16 દળો શામેલ હતાં. કોંગ્રેસ, CPI, CPI(M), RACP, NCP, શિવસેના, નેશિલ કોન્ફ્રેન્સ, પીડીપી, જનતા દળ, અન્નાડીએમકે, જેવી દેશની ખ્યાતનામ પાર્ટીના નેતાઓ શામેલ થયા હતાં. આમ આદમી પાર્ટી, શિરોમળી અકાલી દળ, ટીઆરએસ અને બીજેડીએ આ બેઠકમાં હિસ્સો નહોતો લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp