140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બનશે નવા ઘર, આ લક્ઝરી સુવિધાઓ હશે

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરના સેક્ટર-17 ખાતે તૈયાર થઇ રહેલા અધ્યતન નવા MLA ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ આજે સ્થળ મુલાકાત કરી એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. 28 હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરિયા વધારવાની સદસ્ય નિવાસ સમિતિની માંગણીને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ સૈધ્ધાતિક મંજુરી આપી છે. આગામી બજેટ સત્ર દરમ્યાન આ નવા સદસ્ય નિવાસનું ભૂમિપૂજન કરવામાં આવશે તેમ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતુ.

અંદાજીત રૂ.140 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા નવા MLA ક્વાટર્સમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ 9 માળના કુલ 12 ટાવર બનશે. 210 ચો.મી બિલ્ટઅપ એરિયા મુજબ 168*10.76 પ્રમાણે 1860 ચો.ફુટની સમિતિની માંગણી મંજુર કરવામા આવી છે. આ ફ્લેટમાં ચાર બેડરૂમ સહિત 9 રૂમ બનાવવાનુ આયોજન છે. જેમાં રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાસભર રૂમ બનશે.

નવા તૈયાર થઇ રહેલા સદસ્ય નિવાસમાં સુંદર એમિનિટિઝ પણ ઉભી કરવામાં આવશે. જેમા બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાશે. તે ઉપરાંત દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટની સુવિધા હશે. તે ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર ગેઇટ હશે.

આ બેઠકમાં સદસ્ય નિવાસ સમિતિના સભ્યો, ધારાસભ્યો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp