ઉત્તરાયણઃ કમિશનરનું જાહેરનામું, 2 દિવસ ફ્લાય ઓવરબ્રીજ પર ટુ વ્હીલરને નો એન્ટ્રી

PC: twitter.com

આવનારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે શહેરમાં જાહેર સલામતી હિતાર્થે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધો મૂકયા છે. જે અનુસાર સુરત શહેરમાં તમામ ફ્લાઇ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ વ્હીલર વાહનોને તા.14 અને 15 જાન્યુઆરીના રોજ અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ વ્હીલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે. આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવેલા વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp