રેલવેના કર્મચારીઓની બલ્લે-બલ્લે, 78 દિવસનું બોનસ મળશે, સરકારે આપી મંજૂરી

PC: twitter.com

સરકારે જણાવ્યું હતું કે, PMની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23 માટે ટ્રેક મેન્ટેનન્સર, લોકો પાઇલટ્સ, ટ્રેન મેનેજર્સ (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર્સ, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઇન્ટ્સમેન, મિનિસ્ટરિયલ સ્ટાફ અને ગ્રૂપ 'સી' સ્ટાફ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓ સિવાય) તમામ પાત્રતા ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતન જેટલું ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસ (પીએલબી)ને મંજૂરી આપી દીધી છે.

રેલવે કર્મચારીઓની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતાં કેન્દ્ર સરકારે રેલવેનાં 11,07,346 કર્મચારીઓને રૂ. 1968.87 કરોડનાં પીએલબીની ચુકવણીને મંજૂરી આપી છે. વર્ષ 2022-2023માં રેલવેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. રેલવેએ 1509 મિલિયન ટનનો વિક્રમી કાર્ગો લોડ કર્યો હતો અને આશરે 6.5 અબજ મુસાફરોનું વહન કર્યું હતું.

આ રેકોર્ડ પ્રદર્શનમાં ઘણા પરિબળોએ ફાળો આપ્યો છે. તેમાં રેલવેમાં સરકાર દ્વારા રેકોર્ડ કેપેક્સ ઉમેરવાને કારણે માળખાગત સુવિધામાં સુધારો, કામગીરીમાં કાર્યદક્ષતા અને વધુ સારી ટેકનોલોજી વગેરે સામેલ છે.

પીએલબીની ચુકવણી રેલ્વે કર્મચારીઓને કામગીરીમાં વધુ સુધારણા તરફ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp