હેલમેટ પહેરવું ફરજિયાત નહીં, આર.સી.ફળદુની જાહેરાત, જાણો શું કહ્યું

PC: gstatic.com

ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ મોટી જાહેરાત કરી છે અને શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવું ફરજિયાત નથી. કેબિનેટ મિનિસ્ટર ફળદુએ મીડિયાને જણાવ્યું હતું કે, હવે શહેરી હદ વિસ્તારમાં હેલમેટ પહેરવું મરજિયાત છે. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

આર.સી.ફળદુએ કહ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં ખૂબ લંબાણ પૂર્વકની ચર્ચાઓ થઇ હતી, જેમાં રાજ્યમાં અમારા વાહન વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા ટુવ્હીલર બાઇકચાલકોને હેલમેટ ફરજિયાત પહેરવું એવો જે અગાઉ નિર્ણય લીધો હતો અને જેના લીધે નાની-નાની નગરપાલિકા વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં લોકોના સામાજિક કાર્યોમાં જતા હોય અને તેમાં હેલમેટ પહેરવાની જે અગવડતા આવતી હતી, જેને લીધે અનેક રજૂઆતો અને ફરિયાદો સરકાર સમક્ષ આવી રહી હતી કે શહેરોની અંદર પાલિકા વિસ્તાર મહાનગર પાલિકા વિસ્તારની હેલમેટ ફરજિયાત હોવું જોઇએ, પરંતુ શહેરોની હદની અંદર હેલમેટ મરજિયાત કરો, એવી ખૂબ જ પ્રમાણમાં રજૂઆત આવતી હતી.

અમારા વાહન વિભાગ અને સરકારનો એક મત હતો કે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરી થવાને કારણે અનેક લોકો માર્યા જાય છે, એટલે સરકારે ફરજિયાત કરવાનું નક્કી કર્યું હતું. ડિસિપ્લિનમાં લોકોને લાવવા જ પડે, પરંતુ ચારેય બાજુથી લોકોની ઉગ્રતાપૂર્વક રજૂઆત આવી રહી છે. સોશિયલ સાઇટ્સ પર પણ ભયંકર નારાજગી આવી રહી છે, આ બધી જ બાબતોને સરકાર દ્વારા વિચારણામાં લાવવા માટે વિષય ઉભો અને આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય થયો છે કે, સમગ્ર રાજ્યના નગરપાલિકા વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તારના હદ વિસ્તારની અંદર હેલમેટ મરજિયાત થાય છે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નવા મોટર વ્હીકલ બીલ બાદ ગુજરાતમાં પણ તેને લાગુ કરવામાં આવ્યું હતું અને હેલમેટ ન પહેરવા માટે 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો, જેનાથી ઘણા લોકો નારાજ હતા અને શહેરમાં હેલમેટ ન પહેરવા અંગે માગ કરી હતી, જેને આજે આર.સી.ફળદુએ જાહેરાત કરીને સ્વીકારી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp