કરાર આધારિત કર્મચારીનું ફરજ વખતે મોત થશે તો ગુજરાત સરકાર આટલા રૂપિયા આપશે

PC: indianexpress.com

ગુજરાત સરકારે એક સરકારી નોકરી કરતા કર્મચારીઓના પરિવારની આર્થિક સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓનું જો ફરજ દરમિયાન મોત થશે તો તેમની આશ્રિતો, પરિવારજનોને સરકાર 14 લાખ રૂપિયાની સહાય કરશે.સરકારના વહીવટી વિભાગ દ્રારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.કર્મચારીઓ માટે આ મોટી રાહત રહેશે, કારણે તેમની ગેરહાજરીમાં પરિવારજનોને મોટી આર્થિક મદદ મળવાની છે. આનો અમલ 12 ઓકટોબરથી જ કરી દેવામાં આવ્યો હોવાનું પરિપત્રમાં કહેવાયું છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના સંયુક્ત સચિવ એચ. કે. ઠાકર દ્રારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની જુદી જુદી ઓફિસમાં નિયમિત જગ્યા, ફિક્સ પગાર અને કરાર કરેલો હોય તેવા કર્મચારીનું જો ફરજ દરમિયાન મોત થશે તો ગુજરાત સરકાર તેમના પરિવાજનોને 14 લાખ રૂપિયાની રકમ આપશે. પરિપત્રમાં કહેવાયું છે કે વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન મોત થશે તો 14 લાખ રૂપિયા તેમના પરિવારજનોને અપાશે.

વહીવટી વિભાગના 12 ઓકટોબરના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા નિયમિત કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-3 વર્ગ-4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીના બાકી રહેલા નોકરીના સમયગાળાને ધ્યાનમાં રાખીને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવાશે. આ પહેલા આ સહાય 8 લાખ રૂપિયા હતી તે વધારીને 14 લાખ રૂપિયા કરવામાં આવી છે.

અગાઉનો સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ અને અન્ય જોગવાઇઓ યથાવત રહેશે એમ પરિપત્રમાં જણાવવમાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp