આ રાજ્ય સરકારે લોકડાઉનથી પરેશાન 2.5 લાખથી વધુ ડ્રાઈવરોના ખાતામાં 10,000 મોકલ્યા

PC: thehindu.com

કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને લીધે પ્રભાવિત ટેક્સી અને રીક્શાચાલકોની મદદ માટે દક્ષિણની એક રાજ્ય સરકાર સામે આવી છે. જેણે વાહન મિત્ર યોજનાના 2 લાખ 62 હજાર 493 લાભાર્થીઓને 4 મહિના પહેલા જ 10-10 હજાર રૂપિયાની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તેમણે કલ્યાણકારી યોજનાઓ માટે કેલેન્ડરનું એલાન કર્યું છે. જેમાં રિક્શાચાલક અને ટેક્સી ડ્રાઈવરોના ખાતામાં 236 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, 10 જૂને વાળંદો, ધોબીઓ અને દરજીઓને નાણાકીય સહાય આપવામાં આવશે અને MSME માટે બીજો હપતો 29 જૂનના રોજ બહાર પાડવામાં આવશે.

તેમણે કહ્યું કે, સરકારનો એકમાત્ર ઉદ્દેશ પારદર્શિતા લાવવાનો છે અને તેમાં કોઈ પણ રીતની વિસંગતિ થશે નહી અને લાભાર્થીઓને અપીલ છે કે તેઓ આ ધનનો ઉપયોગ કરે અને દારૂ પીઈને વાહન ચલાવે નહીં. તેમણે કહ્યું છે કે, તેમાં મુસાફરો અને ચાલકોને પરેશાની થશે. તેમણે કહ્યું કે જે પણ આ યોજનાના લાભથી વંચિત રહી જાય છે તો તે વ્યક્તિ સંબંધિત ગામ કે વોર્ડ સચિવાલય જઈ આ સંબંધમાં અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારીને કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનથી નીચલા તબકાના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેને જોતા જ આંધ્ર પ્રદેશની વાઈએસઆર સરકારે આ યોજના શરૂ કરી છે. મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ YSR વાહન મિત્ર યોજના હેઠળ 262.92 કરોડ રૂપિયા 2,62,493 લાભાર્થીઓને આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે જિલ્લા કલેક્ટર અને લાભાર્થીઓની સાથે એક ડિજિટલ સંમેલ્લન દરમિયાન કરી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીએ લાભાર્થીઓને અપીલ કરી છે તે તેઓ આ રૂપિયાનો ઉપયયોગ જરૂરી ઉદ્દેશો માટે કરે, નહીં કે દારૂ કે નશા પર ખર્ચ કરીને. જેનાથી યાત્રી અને ચાલક બંને ખતરામાં પડશે. આ યોજનાની જાહેરાત 4 ઓક્ટોબર 2019ના રોજ થઈ હતી. તેનો લક્ષ્ય વાર્ષિક રિક્શા અને ટેક્સી ચાલકોને વીમાની રકમ, લાયસન્સ ફી અને અન્ય ખર્ચામાં મદદ કરવા માટેનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp