આ ઉત્તર પ્રદેશમાં કાજીની અંતિમ યાત્રાની તસવીરો છે

PC: aajtak.in

કોરોના મહામારીના સમયમાં સરકારે અનેક પ્રોટોકોલ બહાર પાડેલા છે જેમાં અંતિમ યાત્રા માટે માત્ર 20 લોકોને જ પરવાનગી હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક કાજીની અંતિમ યાત્રા નિકળી તો કોરોના પ્રોટોકોલના ઘજાગરા ઉડાવતા હોય તેમ હજારોની સંખ્યામા લોકો એકઠા થયા હતા. અંતિમ યાત્રામાં કોઇ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થયું નહોતું અને ઘણા બઘા લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવા છતા પોલીસને તો આની કોઇ જાણ જ નહોતી.

ઉત્તર પ્રદેશના બદાયુંમાં હજરત અબ્લુલ હમીદ મોહમંદ સાલિમુલ કાદરીનું રવિવારે નિધન થયું હતું. જેવી લોકોને તેમના મોતની ખબર પડવા માડીં તેમ તેમ આ વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો અને લોકો દુર દુરથી તેમના દર્શન માટે બદાયુંમાં ભેગા થવા માંડયા હતા. બપોર સુધીમાં તો તેમના જનાજામાં હજોરાની સંખ્યામાં લોકો જોડાઇ ગયા.

કાજી મોહમંદ સાલિમુલ કાદરીના ઇંતકાલ પછી તેમના પાર્શિવ શરીરના અંતિમ દર્શન અને તે પછી નિકળેલા જનાજામાં કોરોના પ્રોટોકોલનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું. હજારોની સંખ્યામાં લોકો બદાયુંમાં ઉમટી પડયા હતા. લોકોએ જાહેરમાં કોરોના પ્રોટોકોલના ધજિયાં ઉડાવ્યા હતા. સોશિયલ ડિસ્ટનીસંગનું કોઇ પાલન કરવામાં નહોતું આવ્યું. પોલીસ અને તંત્રને આ વાતની કોઇ જાણ નહોતી.

જયારે કોરોના મહામારીની બીજી લહેરમાં ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે તેવા સમયે આટલી મોટી સંખ્યામાં લોકોનું ભેગા થવું  જોખમ ઉભું કરી શકે તેમ છે. તંત્રની આ મોટી ચૂક કહી શકાય. કાજીની અંતિમ યાત્રામાં હજારોની ભીડનો ફોટો વાયરસ થતા અધિકારીઓના મોંઢા  સિવાઇ ગયા હતા.

ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવાને કારણે સરકારે અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટેની સંખ્યા 50થી ઘટાડીને 20 કરી દીધી હતી. કોઇ પણ અંતિમ યાત્રામાં માત્ર 20 લોકો જ હાજર થઇ શકે તેવો પ્રોટોકોલ જાહેર થયેલો છે.

બદાયુંમાં કાજીના જનાજામાં હજારો લોકોની ભીડનો વીડિયો વાયરલ થયો છે જેમાં ઘણાં બધા લોકો તો માસ્ક વગર દેખાઇ રહ્યા છે. આવી લાપરવાહીને કારણે ઉત્તર પ્રદેશમાં કોરોનાનો વિસ્ફોટ થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી.

બદાયુંના એસએસપી સંકલ્પ શર્માએ કહ્યું કે અજાણ્યા લોકો સામે ધારા 188, 269, 270 અને મહામારી એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીડિયોમાંથી સબૂત ભેગા કરવામાં આવી રહ્યા છે, દોષી સામે કડક હાથે કામ લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp