યુનિફોર્મ સિવિલ કોડ(UCC) લાગૂ કરનાર પહેલું રાજ્ય બન્યું ઉત્તરાખંડ
યુનિફોર્મ સિવિલ કોડ(UCC)બિલ લાગુ કરીને ઉત્તરાખંડે ઈતિહાસ રચી દીધો છે. ઉત્તરાખંડ આ બિલ પાસ કરનારું પહેલું રાજ્ય બની ગયું છે. બુધવારે વિધાનસભા સત્ર દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડ(UCC) બિલ ધ્વનિમતથી પાસ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ(UCC)કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. પ્રસ્તાવ પાસ થઈ ગયા બાદ CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે, આપણા સંવિધાન નિર્માતાઓએ જે સપનું જોયું હતું, તે જમીન પર ઉતરીને હકીકત બનવા જઈ રહ્યું છે. અમે ઈતિહાસ રચવા જઈ રહ્યા છીએ. દેશના અન્ય રાજ્યોને પણ એ જ દિશામાં આગળ વધવું જોઈએ.
યુનિફોર્મ સિવિલ કોડ(UCC) પાસ થઈ ગયું છે અને હવે તેને રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે, તેમની સાઈન બાદ આ કાયદો બની જશે, જે રાજ્યના લોકો પર લાગૂ થઈ જશે. પરંતુ અનુસૂચિત જનજાતિ(ST)ના લોકો પર આ બિલ લાગુ થશે નહીં.
સમાન નાગરિક સંહિતા(UCC)થી કેટલું બદલાઈ જશે ઉત્તરાખંડના લોકોનું જીવન
આ બિલ કાયદાકીય રૂપ લેશે પછી તેનાથી રાજ્યની અડધી વસ્તી સીધી લાભન્વિત થશે. સમિતિએ ડ્રાફ્ટમાં છોકરીઓના લગ્નની ઉંમર વધારવા, બહુવિવાહ પર રોક લગાવવા, ઉત્તરાખંડમાં છોકરીના બરાબર હક્ક, બધા ધર્મોની મહિલાઓને દત્તક લેવાનો અધિકાર અને તલાક માટે સમાન આધાર રાખવાની પેરવી કરી છે.
રાજ્યમાં સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ બનાવવા માટે સરકારે જ્યારે સમિતિ બનાવી હતી, એ સમયે પણ એમ કહેવામાં આવ્યું હતું કે આ સમિતિ મહિલા અધિકારોને મહત્ત્વ આપશે. તેની પાછળ કારણ પણ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય નિર્માણમાં રાજ્યની અડધી વસ્તીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. રાજ્ય નિર્માણ આંદોલનમાં મહિલાઓ અગ્રિમ પંક્તિમાં ઊભી રહી. ગામ અત્યારે વસે છે તો એ જ અડધી વસ્તીના કારણે. આ ખેતીથી લઈને ઘરનો ચૂલો સળગાવવા અને પરિવારને સંભાળવાનું કામ કરી રહી છે. વિશેષજ્ઞ સમિતિએ જે ડ્રાફ્ટ સરકારને સોંપ્યો છે તેમાં કરવામાં આવેલી ભલામણોમાં મહિલા અધિકારોના સંરક્ષણનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પહેલા એ જાણીએ કે UCC લાગૂ થવાથી મહિલાઓના જીવનમાં શું પરિવર્તન આવશે.
બધા ધર્મોમાં લગ્ન માટે 18 વર્ષની હોય ઉંમર:
મીડિયા રિપોર્ટ મુજબ સમિતિએ બધા ધર્મોમાં લગ્ન માટે છોકરીઓની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી છે. તેની પાછળનું ઉદ્દેશ્ય એ છે કે લગ્ન અગાઉ તેઓ સારી રીતે શિક્ષિત થઈ શકે. બાળલગ્નને ગુનાની શ્રેણીમાં રાખતા તેમાં સજા અને દંડ બંને રાખવાની પેરવી કરવામાં આવી છે.
લગ્નનું રજીસ્ટ્રેશન નહીં તો સરકારી સુવિધાઓનો લાભ પણ નહીં:
સમિતિએ લગ્ન માટે રજીસ્ટ્રેશનને અનિવાર્ય કરવાની ભલામણ કરી છે. રજીસ્ટ્રેશન વિના દંપતીને સરકારી સુવિધાઓના લાભથી વંચિત રાખવા પર ભાર આપવામાં આવ્યો છે. ગ્રામ સ્તર પર પણ લગ્નના રજીસ્ટ્રેશનની મંજૂરી આપવાની વ્યવસ્થા કરવાની ભલામણ કરવામાં આવી છે.
પતિ-પત્નીને સંબંધ વિચ્છેદમાં સમાન અધિકાર:
પતિ પત્નીના છૂટાછેડા અથવા સંબંધ વિચ્છેદમાં સમાન અધિકાર ઉપલબ્ધ હશે એટલે કે છૂટાછેડાને જે આધાર પતિ માટે લાગૂ થશે, એ જ પત્ની માટે પણ લાગૂ થશે. કેટલાક ધર્મોના પતિ અને પત્નીમાં છૂટાછેડાના અલગ અલગ આધાર નક્કી છે. સમિતિએ બહુવિવાહ પર પણ રોક કરાવવાની ભલામણ કરી છે.
એક પત્નીના જીવિત રહેતા પતિના બીજા લગ્ન ગુનાની શ્રેણીમાં આવશે. સાથે જ કાયદાકીય અમલીકરણ પર ભાર આપવામાં આવ્યો છે. તલાક કે સંબંધ તૂટવા કાયદા મુજબ જ થશે જે બધા ધર્મોના વ્યક્તિઓ પર લાગૂ થશે. તેમાં પણ બંને પક્ષોને ફરી એક વખત 6 મહિનાનો સમય આપવામાં આવશે. બધા કેટલાક ધર્મોમાં વિવાહ વિચ્છેદના સમય ફરીથી વિચાર કરવાનું પ્રાવધાન નથી તો કેટલાક ધર્મોમાં અવધિ 6 મહિનાથી 2 વર્ષ સુધી છે.
લિવ ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન અનિવાર્ય:
સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણમાં લિવ ઇન રિલેશનશિપ પહેલા રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. એ સક્ષમ અધિકારી સમક્ષ કરવામાં આવશે. એમ ન કરવા પર સજા અને આર્થિક દંડનું પ્રાવધાન છે. લિવ ઇન દરમિયાન કોઈ સંતાનનો જન્મ થાય છે તો તેને માતા-પિતાનું નામ આપવું પડશે.
અન્ય મુખ્ય ભલામણો:
ઉત્તરાધિકારમાં છોકરીઓને સમાન અધિકાર, અત્યારે કેટલાક ધર્મોમાં છોકરાઓનો હિસ્સો વધુ છે.
નોકરીઓ કરનારા પુત્રના મોત પર પત્નીને મળતા વળતરમાં વૃદ્ધ માતા-પિતાના ભરણ-પોષણની જવાબદારી
પત્ની જો પર પુનર્વિવાહ કરે છે તો પતિના મોત પર મળતા વળતરમાં માતા-પિતાનો પણ હિસ્સો હશે.
પત્નીનું મોત થવા પર જો તેના માતા-પિતાનો કોઈ સહારો ન હોય તો તેમના ભરણ-પોષણનું દાયિત્વ પતિ પર રહેશે.
બધા ધર્મોની મહિલાઓ લઈ શકશે બાળકોને દત્તક. અત્યારે કેટલાક અન્ય ધર્મોમાં મનાઈ છે.
અનાથ બાળકોના વાલી બનવાની પ્રક્રિયા હશે સરળ
પતિ-પત્નીના ઝઘડામાં બાળકોની તેમના દાદા-દાદી અથવા નાના-નાનીને સોંપી શકાય છે કસ્ટડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp