ટો થયેલી ગાડીને નુકસાન થાય તો શું કરવું, જાણી લો DCP સફીન હસન પાસેથી

PC: twitter.com

અમદાવાદના DCP ટ્રાફિક સફીન હસને એક વીડિયોમાં ટ્રાફીક પોલીસ વાહન ઉંચકી જાય તેના નિયમો વિશે વાત કરી છે, જે સામાન્ય લોકોને જાણવા જેવી છે. તેમણે વીડિયોમાં કહ્યું છે કે, જો તમે  NO પાર્કિંગ વિસ્તારમાં અથવા લોકોને અડચણરૂપ થાય તેવી રીતે વાહન પાર્ક કર્યું હશે તો ટ્રાફીક પોલીસ અથવા એજન્સી તમારું વાહન ઉંચકી જશે. પહેલી વખતમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે 500 રૂપિયાનો દંડ છે. જો તમે બીજી વખત આ નિયમ તોડો તો તમારે 1000 રૂપિયા દંડ ભરવો પડશે.

તમારું વાહન ટ્રાફીક પોલીસ ઉંચકીને ક્યાં લઇ ગઇ છે એની જાણકારી તમે ત્યાંના લોકોને અથવા ટ્રાફીક પોલીસને પુછી શકો છો અથવા તમે 1095 નંબર ડાયલ કરીને તમારા વાહનનો નંબર આપશો તો તમને ખબર પડી જશે કે તમારું વાહન ક્યાં લઇ જવામાં આવ્યું છે?

જો ટોઇંગ કરતી વખતે તમારા વાહનને નુકશાન થાય તો તમે એજન્સી સામે દાવો કરી શકો છો. જો કોઇ ટ્રાફીક પોલીસ તમારી પાસે નિયમ કરતા વધારે પૈસા માંગે તો તમે 100 નંબર અથવા 1064 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp