‘કરપ્શન’ ડિલિટ કરવાનો મોદીનો આ છે ‘ગજબ’નો પ્લાન

PC: outlookindia.com

કેન્દ્રની મોદી સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને હવે નવા લેવલે લઇ જવાની તૈયારીમાં છે. જે હેઠળ કેન્દ્ર સરકારના વિભાગોમાં કરપ્શન કન્ટ્રોલ કરવા માટે ફેસલેસ ટ્રાન્ઝેક્શનની તૈયારીઓ છે. જેનાથી સરકારી યોજનાઓનો લાભ લેવામાટે સામાન્ય માણસને કોઇ સરકારી કર્મચારીને મળવાની જરૂરીયાત નહીં પડે. બધુ જ કોઇ મેન્યુઅલ હસ્તક્ષેપ વગર જ પૂર્ણ થઇ જશે.

કેન્દ્ર સરકાર કરપ્શનને રોકવા માટે ગર્વમેન્ટ સર્વિસિઝની ડિલિવરી માટે સરકારી કર્મચારીઓની દખલગીરી સમાપ્ત કરવા માંગે છે. જેના માટે તેને સરકારી અધિકારી પાસે જવાની જરૂરીયાત નહીં પડે. આને જ સરકાર ફેસલેસ ટ્રાન્ઝેક્શન તરીકે ડેવલપ કરવા માંગે છે.

મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીથી મળેલી જાણકારી અનુસાર મિનિસ્ટ્રી આના માટે એક ઇ-ગર્વનન્સ સર્વિસ મેચ્યોરિટી મોડલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેમાં ફેસલેસ ટ્રાન્ઝેક્શનનું મોડલ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. ડ્રાફ્ટ પેપર અનુસાર સરકાર ત્રણ પ્રકારની કેટેગરી માટે ગર્વમેન્ટ સર્વિસિઝ પહોંચાડવા માંગે છે. કેશલેસ ટ્રાન્ઝેક્શન, પેપરલેસ ટ્રાન્ઝેક્શન, ફેસલેસ ટ્રાન્ઝેક્શન.

કેશલેસ ટ્રાન્ઝેક્શન હેઠળ પેમેન્ટ ગેટવે, ઇ-વોલેટ, ઇ-કેવાયસી, યૂપીઆઇ સર્વિસિઝને સામેલ કરવામાં આવશે. પેપરલેસ ટ્રાન્ઝેક્શન હેઠળ ડિજિટલ લોકર, ઇ-સિગ્નેચર, ઇ-ફોર્મ, ઇ-ફાઇલિંગ રેકોર્ડ્સને ડિમટિરિયલાઇઝડ કરવા. ફેસલેસ ટ્રાન્ઝેક્શન હેઠળ આધાર લિંકેજ, ઇ-કેવાયસી, ડિજિટલટ્રાન્ઝેક્શન, ઇ-સિગ્નેચર મોબાઇલ આધાર ડિજિટલ ઓળખ જેવી સુવિધાઓ શરૂ કરાશે.

ડ્રાફ્ટ પેપર અનુસાર સરકાર ફેસલેસ ટ્રાન્ઝેક્શન માટે એક એવુ મોડલ તૈયાર કરવા માંગે છે જેમાં ગર્વમેન્ટ સાથે જોડાયેલી સર્વિસિઝ જરૂર પડે કોઇપણ જગ્યાએ કોઇપણ સમયેસરળતાથી મળી રહે. જેના માટે સરકાર લોકો સુધી આમ-આદમીને પહોંચાડવાની જરૂરીયાત નહીં પડે. જેના માટે એક સ્ટાન્ડર્ડ મોડલ તૈયાર કરવાનું પ્લાનિંગ છે, જેમાં કેશલેસ, પેપરલેસ અને ફેસલેસ ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ રૂપરેખાતૈયાર કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp