10000 જેટલા કર્મચારીઓ સામેના ડિફોલ્ટ કેસોનો ઝુંબેશની જેમ નિકાલ કરાશે

PC: contactdetailswala.in

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 10,000 જેટલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ પ્રતિ માનવીય અભિગમ દાખવીને તેમની સામેના અતિ ગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને કેસોમાં તા. 15મી માર્ચે જાહેર કાર્યક્રમોમાં ઓપન હાઉસમાં સમીક્ષા કરી, જરૂર પડે હળવી શિક્ષા કરીને ઝુંબેશની જેમ કેસોનો નિકાલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

એસ.ટી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સચિવે જણાવ્યું છે કે, નિગમના 16 વિભાગો અને 125 ડેપોમાં ફિલ્ડમાં ફરજ બજાવતા જૂદા-જૂદા સંવર્ગના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ સામે અતિ ગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને કારણોસર ખાતાકીય કાર્યવાહી ચાલતી હોય છે. આવા કર્મચારીઓ સામે ડિફોલ્ટ કેસો અને ડિફોલ્ટ રિપોર્ટસ થયેલા હોય છે. આવા કર્મચારીઓ માનસિક તાણ અનુભવતા હોય છે, જેને કારણે તેમની ફરજની કામગીરી પર પણ અસર થાય છે. આવા 10,000 જેટલા કર્મચારીઓ પર સરકાર સકારાત્મક અસર ઉભી થાય તેમજ ભવિષ્યમાં આવા ગુન્હાનું પુનરાવર્તન ન થાય, કર્મચારીઓ સજાગ થાય અને તેમને સુધરવાની તક મળે સાથોસાથ નિગમ સામેના કોર્ટ કેસોના પ્રશ્નો પણ નિવારી શકાય એવા શુભ આશયથી નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત માનવીય અભિગમ દાખવીને આવા કેસોનીસમીક્ષા કરાશે. જરૂર પડે હળવી શિક્ષા કરીને ઝુંબેશની જેમ કેસોનો નિકાલ કરાશે.

તારીખ 15મી માર્ચે સમગ્ર રાજ્યમાં 16 વિભાગો અને 125 ડેપો ખાતે નિગમના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પારદર્શિતાથી ઓપન હાઉસ માધ્યમથી જાહેર કાર્યક્રમ કરીને ડિફોલ્ટ કેસોના નિકાલની ઝુંબેશ પ્રક્રિયા હાથ ધરાશે. એસ.ટી.ના કર્મચારીઓ અને સંગઠનોએ પણ આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp