Video: સુરતમાં 12 વર્ષીય વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસે આવ્યો હાર્ટ એટેક, થયું મોત

PC: indiatv.com

ગુજરાતના સુરતમાં શાળામાં અભ્યાસ દરમિયાન એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો. શાળા તંત્ર વિદ્યાર્થીનીને તરત હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. વિદ્યાર્થીનીનું નામ રિદ્ધિ છે. ઘટના પછી સ્કૂલમાં સન્નાટો પ્રસરી ગયો છે. વિદ્યાર્થીનીના મોતથી સ્કૂલના ટીચરો સહિત વિદ્યાર્થીઓ પણ સદમામાં છે.

જે શાળામાં આ ઘટના બની છે, તેનું નામ ગીતાંજલિ સ્કૂલ છે. જે સુરતના ગોડાદરા વિસ્તારમાં સ્થિત છે. આ સ્કૂલમાં સાઈ બાબા સોસાયટીમાં રહેનારા સાડીના વેપારી મુકેશ ભાઈ મેવાડાની 12 વર્ષીય દીકરી રિદ્ધિ અભ્યાસ માટે આવતી હતી. તે ધોરણ 8માં ભણતી હતી. ઘટના બુધવારની છે. કહેવામાં આવી રહ્યું છે કે, ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે જ રિદ્ધિ બેભાન થઇ ગઇ.

ક્લાસમાં અચાનક બેભાન થઇ ગઇ

ટીચર અનુસાર, રિદ્ધિ જ્યારે ક્લાસમાં બેઠી હતી તો તેને કોઇ પરેશાની નહોતી. તેણે આ વિશે કોઇ ફરિયાદ પણ કરી નહોતી. પણ અચાનક જ રિદ્ધિ ક્લાસમાં બેભાન થઇ ગઇ. રિદ્ધિના બેભાન થવા પર ક્લાસમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ ચોંકી ગયા. અન્ય ટીચરો પણ અવાજ સાંભળી ક્લાસરૂમમાં દોડી આવ્યા. શરૂઆતમાં તો શિક્ષકોએ કોશિશ કરી કે તે ભાનમાં આવી જાય. પણ જ્યારે તે ભાનમાં ન આવી તો તેને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

પરિજનો સદમામાં

વિદ્યાર્થીનીના મોત બાદ પરિજનો સદમામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિદ્ધિ એકદમ સારી સ્થિતિમાં હતી. તેને છાંતીમાં દુખાવો કે અન્ય કોઇપણ લક્ષણની ફરિયાદ કરી નહોતી. સ્કૂલ પણ સદમામાં છે. ટીચર અનુસાર, રિદ્ધિ અભ્યાસમાં ઘણી આગળ હતી. તે હંમેશા ખુશ રહેનારી બાળકી હતી. આટલી નાની ઉંમરમાં તે દુનિયાથી ચાલી ગઇ. શિક્ષકોએ વિદ્યાર્થીનીના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

આ વર્ષે જ લખનૌના સિટી મોંટેસરી સ્કૂલમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સ્કૂલ ટીચરે જણાવ્યું હતું કે જ્યારે તે ક્લાસમાં કેમેસ્ટ્રી ભણાવવા ગયા ત્યારે અચાનક એક વિદ્યાર્થી જમીન પર પડી ગયો. પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં તેનું મોત થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp