અદાણી ફાઉન્ડેશન સંચાલિત વિદ્યામંદિરનો 12મો વાર્ષિકોત્સવ

PC: Khabarchhe.com

અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર (AVMB)ના 12મા વાર્ષિક દિવસ 'ઉત્કર્ષ'ની અનોખી ઉજવણી કરવામાં આવી. વાર્ષિકોત્સવને વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને સમર્પિત કર્યો. 600 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ દરમિયાન શાળાના પરિસરમાં અને બહાર દરિયાકિનારે મેન્ગ્રોવ સહિત 25,000 થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ લીધો હતો.

'ઉત્કર્ષ' અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સુમેળમાં સાધવાના પાસાઓને સર્જનાત્મક રીતે પ્રકાશિત કર્યા. તે પર્યાવરણ અને જળ સંરક્ષણ, સ્કીટ્સ, ગીતો અને કવિતાઓ પર કાર્યકારી મોડેલો દ્વારા તમામ 17 SDGsના સાર અને મહત્વને દર્શાવતું પ્લેટફોર્મ સમાન હતું. વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવવા મૂલ્યો આધારિત શિક્ષણ સહિત સંવેદનશીલ અને નિર્ણાયક બનવા SDGsનું શિક્ષણ આપવા ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યામંદિર કાર્યરત છે. વૈવિધ્યસભર પરંપરાઓ અને ઉજવણીઓ માટે પ્રખ્યાત કચ્છની ઇકોસિસ્ટમ ક્લાયમેટ ચેન્જની અસરોથી અલગ નથી. આ કાર્યક્રમની રૂપરેખા શિક્ષકો દ્વારા સુપેરે તૈયાર કરવામાં આવી હતી. તેમાં આમંત્રિત મહેમાનોને દરિયાકાંઠાની જૈવવિવિધતાને બચાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે “વિદ્યાર્થીઓની આ પ્રતિજ્ઞા પૃથ્વી પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. મને ગર્વ છે કે વિદ્યામંદિર આપણા ભવિષ્યના નેતાઓમાં મૂલ્યોનું સંવર્ધન કરી રહ્યું છે. ”
આ પ્રસંગના અતિથિ વિશેષ મુન્દ્રાના SDM ચેતન મિસણે જણાવ્યું હતું કે “બાળકોનું ઉતકૃષ્ટ પ્રદર્શન જોઈને હું મંત્રમુગ્ધ છું. હું શાળાને ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તે નિરંતર જ્ઞાનનો પ્રકાશ ફેલાવતી રહે.”

કાર્યક્રમના મુખ્ય અતિથિ અદાણી ગ્રુપના CFO જુગશિન્દર ('રોબી') સિંહ શાળાની અત્યાધુનિક સુવિધાઓ અને બાળકો દ્વારા ચર્ચાતા વિષયો પરના જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરીને હું અપાર આનંદનો અનુભવ કરું છું. મને ખાતરી છે કે દરેક તેમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશે અને તેમના પરિવારો, સમુદાયો અને આપણા રાષ્ટ્રના ઉત્કર્ષમાં મદદરૂપ થશે."

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp