ગુજરાતમાં 32માંથી 13 ટાપુઓનું ડેવલપમેન્ટ કરાશે

PC: twitter.com

ગુજરાત પાસે દેશનો સૌથી મોટો લાંબો દરિયા કિનારો છે છતા આઇલેન્ડ ટુરીઝમ ડેવલપ થયું નથી. ગુજરાતમાં નાના-મોટા લગભગ 145 ટાપુઓ છે તેમાના 32 ટાપુઓમાંથી 13 ટાપુઓનું ડેવલપમેન્ટ કરાશે જેને કારણે પર્યટકોને ફાયદો થશે.

ગુજરાતમાં જે 13 ટાપુઓ ડેવલપ થવાના છે તેમાં જામનગરનો પીરોટન, અમરેલીનો શિયાળ સવાઇ ટાપુ, ભાવનગરનો પીરમબેટ, આણંદનો વાવલોદ, દ્વારકાનો કાળુભર, પાનેરો, અજાડ, ભાયદળ, ગાંધીયોકાડો, રોઝી અને નોરા ટાપુનો સમાવેશ થાય છે. આ ડેલવપ થનારા આઇલેન્ડમાં મરીનપાર્ક, ઓર્કિયોલોજી મ્યુઝીમ, પેડસ્ટ્રલ બ્રિજ, ઝીપલાઇન વગેરે સુવિધા ઉભી કરવામાં આવશે.

જામનગરનો પીરોટન ટાપુ અત્યારે છે જ, પરંતુ તેને પણ ડેવલપ કરાશે. જામનગરના મરીન નેશનલ પાર્કમાં આવેલા પીરોટનમાં અદભુત દરિયાઇ જીવોનું સામ્રાજ્ય છે. અહીં ડોલ્ફીન પણ જોવા મળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp