17થી 22 જૂન આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે: અંબાલાલ પટેલ

ગુજરાતમાં આમ તો 10 જૂનથી ચોમાસું બેસી ગયું છે, પરંતુ અત્યારે ચોમાસું મંદ પડી ગયું છે અને હવે 17 જૂનથી 22 જૂન સુધીમાં ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે એમ હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે.

કેરળમાં આ વખતે એક દિવસ પહેલા ચોમાસું બેસી ગયું હતું અને દક્ષિણ ગુજરાતના નવસારીથી શરૂઆત થઇ ગઇ છે. પરંતુ ચોમાસું હવે મંદ પડી ગયું છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 17થી 22 જૂન કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને બાબરા, બોટાદ, બરવાડા, ખેડા, ગોધરામાં ભારે પવન ફુંકાશે. ઉપરાંત અમદાવાદ,વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, વલસાડ, ગીર સોમનાથ,ડાંગ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદ ધીમો પડવાને કારણે ગરમી વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp