અમદાવાદમાં પતંગનો દોરો ફસાતા યુવકને આંખ નીચે 18 ટાંકા આવ્યા

PC: dainikbhaskar.com

ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, એવામાં શહેરવાસીઓ આ તહેવારના સેલિબ્રેશનના મૂડમાં આવી ગયા છે. ઠેર-ઠેર પતંગ અને દોરીના માર્કેટમાં લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જવાથી મોત અને ગંભીર ઇજાગ્રસ્ત થવાના બનાવો બની રહ્યા છે. શનિવારે નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસેથી પત્ની સાથે બાઇક પર જઈ રહેલા રમેશ વેકરિયાને આંખ નીચે ચાઇનીઝ દોરી ઘસાતા ઊંડો ઘા પડી ગયો હતો અને તેમને 18 ટાંકા લેવા પડ્યા હતા.

ચાઈનીઝ દોરી પર સરકારે ભલે પ્રતિબંધ મૂક્યો હોય પણ ચોરી-છૂપે આ દોરીનું ધૂમ વેચાણ પણ થાય છે અને તેનાથી લોકોનો જીવ જોખમમાં મૂકાય છે. જો કે, આ પ્રથમ ઘટના નથી જ્યાં વ્યક્તિ દોરીથી ઘવાયો હોય. અગાઉ પણ હાટકેશ્વરમાં વટવાના એક યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ઇસનપુરમાં પણ દોરીથી એક યુવક અને મહિલા ઇજાગ્રસ્ત થયાં હતાં.

ઉત્તરાયણ પહેલાં જ દિવસે ને દિવસે દોરીથી આંખ, કાન, ગળું કપાવવાના કિસ્સા વધી રહ્યા છે. પશુ-પક્ષીઓ પણ મોટી સંખ્યામાં ઘવાયેલા જોવા મળતા હોય છે. હવે જોવું એ રહ્યું કે, ઉત્તરાયણના બે દિવસ અને તે પછીના દિવસોમાં આ કિસ્સામાં કેટલો વધારો નોંધાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp