અમદાવાદમાં કોલ્ડપ્લે કાર્યક્રમની 2.50 લાખ ટિકીટો માત્ર 2 જ કલાકમાં વેચાઇ

PC: twitter.com

દુનિયાભરમાં લોકો કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રેઝી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 25 અને 26 જાન્યુઆરી 2025ના દિવસે કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે જ્યારે ઓનલાઇન બુકીંગ ઓપન થયું તો માત્ર 2 જ કલાકમાં 2 દિવસ માટેની 2.50 ટિકિટો વેચાઇ ગઇ. આ કોન્સર્ટમાં 2500 રૂપિયાથી માંડીને 12500 રૂપિયાની ટિકિટ રાખવામાં આવેલી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ લોકો હાજર રહી શકે તેટલી ક્ષમતા છે, પરંતુ કોલ્ડપ્લે કોન્સર્ટમાં લોકો સ્ટેજ પાસે ઉભા રહીને જોવાનો ક્રેઝ હોય છે એટલે 1.25 લોકો આવી શકે.

કોલ્ડપ્લેના 18, 19 અને 21 જાન્યુઆરી 3 શો મુંબઇમાં આયોજિત છે, પરંતુ એટલી બધી ડિમાન્ડ છે કે આખરે અમદાવાદમાં 2 કાર્યકર્મો આયોજિત કરવા પડ્યા. હોટલોના ભાડાં પણ 13 ગણાં વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp